Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 57
________________ ખાય છે. અરે, એની જ રહેમત છે કે કાળઝાળ હજાર હજાર દુશ્મનો વચ્ચેથી એકલો આલમગીર બહાર આવી શકે છે. અલ્લાની મરજી હશે ત્યારે મને મોતને ભેટતાં મારું સૈન્ય પણ નહિ બચાવી શકે. ‘ને અકબર ! બેટા ! તેં પણ આપણા પૂર્વજોની જેમ તેલ અને પાણીને એક કરવાની કરામત હાથ ધરી ! તને મુસલમાનોની ઉન્નતિ ન રૂચી. હિંદુઓ પરનો કડ૫ તને ન રુચ્યો ! ગાંડા, આ જાતને જરા આગળ વધારો તો કાબામાં જઈ ત્યાં મંદિર બાંધે તેવી ઉત્સાહી છે ! બેટા ! ગાદીનો મોહ હતો તો સામા મોંએ હાજર થાત તો કોણ ના પાડવાનું હતું, પણ કેવા ખુદગરજ લોકોના હાથનું તું રમકડું થઈ ગયો ? અને આ રાઠોડો ? કોઈના થયા છે કે થશે ? રાવ જસવંતસિંહને શિવાજીને પકડવા મોકલ્યો, તો પોતે જ વશ થઈને આવ્યો ! એણે કદી મોટા ભાઈની વતી, કદી બાબાની વતી, કદી મારા વતી, જેના પક્ષમાં લાભ જોયો તેના પક્ષની વતી તલવાર ચલાવી. રજપૂતો પર ભરોસો કરવો, એ પોતાની જાતને પોતે ઠગવા બરાબર છે ! રાવ દુર્ગાદાસ શિવાજીનો મળતિયો છે. શિવાજી ગયો, પણ ચિનગારીઓ મૂકતો ગયો છે, એણે હિંદુઓને હિંદુપત પાદશાહીનું ઘેલું લગાડ્યું છે ! સખત હાથે કામ નહિ લેવાય, તો એ ઘેલછા વધશે. આ બધા છે, ત્યાં સુધી ઇસ્લામી રાજ્ય સુરક્ષિત નથી ! મજહબ ખતરાથી ખાલી નથી.” * રાઠોડો !' આ શબ્દો સાથે આલમગીરને જૂનો ઇતિહાસ યાદ આવ્યો. આ રાઠોડનો પૂર્વજ રાવ માલદેવ. શેરશાહ સૂરીનો જબરદસ્ત પ્રતિસ્પર્ધી. એણે હરાવ્યો શેરશાહ સુરીએ એક કાગળના કટકાથી ! સામ, દામ, દંડ અને ભેદ ! એમાં ભેદનીતિ રજપૂતોની તબિયત પર જલદી અસર કરી જાય છે. આલમગીરના મોં પર હાસ્ય આવ્યું ! જાણે અંધારા માર્ગમાં અલ્લાએ એનો મારગ ચીંધ્યો. એ અંદર ગયો. કલમદાન લઈને બેઠો. અડધી રાતે કુરાનેશરીફના પાઠો લખનાર બાદશાહ પોતાના પુત્ર પર વહાલભર્યો પત્ર લખવા લાગ્યો. વાહ વાહ આલમગીર ! કાગળના શબ્દેશબ્દમાં મમતાના, મહોબ્બતના ફુવારા છૂટતા હતા. વિદ્રોહીપુત્ર પર-માથાના કાપનાર કુપુત્ર પર આટલું વહાલ ! આલમગીર, એવું હેત તારા જેવા ફકીર સિવાય કોણ વરસાવી શકે ? લઈને કપાળે, ભુજાએ ને છાતીએ ચોળી. ભગવો અંચળો ઓઢી, પેલી વાંકીચૂકી લાકડી લીધી. કોઈ અગત્યનું કામ યાદ આવ્યું હોય, એમ એણે ઝડપ કરી. ફરીથી એણે સૂતેલા જયસિંહ તરફ જોયું, એ જુવાન નિરાંતની નિંદ માણતો હતો, સુંદરીએ અંચળામાં રહેલો એક રૂમાલ કાઢી એની હવા નાખી. રૂમાલની હવા મળતાં જયસિંહ જોરથી નસકોરાં બોલાવવા લાગ્યો. સુંદરીએ એની સુખદ નિદ્રા જોઈ જરા હાસ્ય કર્યું, અને પછી ધીરેથી પોતાની વાંકી લાકડીના માથાની ખોળી ઉઘાડી. અંદરથી નાનો કણા શો, લીલો સાપ એ પોલી લાકડીમાંથી બહાર ડોકું કાઢી રહ્યો. સ્ત્રીએ એના મોંમાં પોતાની રૂપાળી ટચલી આંગળી મૂકી દીધી. નાનું બાળક માતાને ધાવે એમ એ લીલો સાપ આંગળીને વળગી રહ્યો. થોડી વારે ઝાડ ઉપરથી પાકું ફળ ખરી પડે, એમ એ શિથિલ થઈને નીચે પડ્યો. સુંદરીએ પોતાની લોહીલુહાણ આંગળી લઈ લીધી, ને પોતાની પાસેના રૂમાલથી એને બાંધી દીધી. સાપને ઉપાડી લાકડીમાં મૂકી, ઉપર ખોળી બંધ કરી. હવે એ કંઈક તાજગી માણી રહી હતી. પછી એ જ્યાં મધપૂડાઓ લટકતા હતા, એ ભાગ તરફ ગઈ. મધનાં વાસણો ભરેલાં જ હતાં. એક ખાલી મોટું વાસણ લઈ એનું મોં વસ્ત્રથી બાંધી, ત્રણ ચાર મધનાં પાત્રો એમાં ઠાલવી દીધાં. કપડાથી મધ આ રીતે ગાળીને પછી એ દૂધની જેમ ગટગટાવી ગઈ. હવે એ ચંપાગુફાના મુખદ્વાર પાસે આવી. ફરી જયસિંહ તરફ એક ઊડતી નજર નાખી, દ્વારને ઝેરી વેલડીઓના બનાવેલો કાંટાળા દરવાજાથી ઢાંકી દીધું. એ ધીરે ધીરે પેલા બૂરા દેવળ તરફ ચાલી નીકળી !સૂર્યનારાયણ પશ્ચિમાકાશમાં ઢળી પડ્યા હતા, ને તપતી રેતી હજી વરાળ કાઢતી હતી. સુંદરીએ પોતાની વાત ખૂબ ઝડપથી કહી હતી. કેટલો વખત ગયો, એની કોઈને ખબર નહોતી રહી. પણ વાત સાંભળતો સાંભળતો રજપૂત જુવાન સૂઈ ગયો અને એનાં નસકોરાં ગાજવા લાગ્યાં, ત્યારે સુંદરીને ભાન આવ્યું કે વાતની હદમાં એ બેહદ આગળ વધી ગઈ હતી. સંધ્યાકાળ થઈ ગયો હતો. સુંદરી ઊઠી. એણે પાસેના ચૂલામાંથી થોડી રાખ 96 B બૂરો દેવળ પૂત કપૂત ને પૂત સપૂત D 97

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98