Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 77
________________ 19 એકનું મરણ-બીજાનું જમણ ‘જયસિંહ ! વખત કોઈને માટે થોભતો નથી. સમય પૂરો થયે, કોઈથી એક પળ પણ અહીં વધુ વિતાવી શકાતી નથી. જેમ સહુને આવે છે એમ મોતના ફિરસ્તા એક દહાડો ભારતના ચક્રવર્તી બાદશાહ ઔરંગઝેબને ઢંઢતા આવ્યા.’ સુંદરીએ થોડા વિશ્રામ બાદ વાત શરૂ કરતાં કહ્યું : | ‘એ જ કરામત હતી, એ જ કૌવત હતું, એ જ સદાનું કિસ્મત હતું; પણ આલમગીર મોત પાસે બધું હારી બેઠો ! નેવ્યાસી વર્ષનું ખુદાએ બોલું સુદીર્ઘ આયુષ, કામિની ને કંચનના રાગ વગરનું તપસ્વી જેવું જીવન, આજ એને રાજ કારણી ગડમથલોમાં વ્યર્થ વીત્યું લાગતું હતું ! ફેરો ફોગટ થયો, એમ એ માનતો થયો હતો. રાજપદને મજહબની શાન સમજી , એ ખાતર ફકીરીના મનોભાવોને વેગળા મૂકી, સલ્તનતને બંદગીનું પવિત્ર મથક સમજી અંદર પડેલા આલમગીરને, રાજકારણી જિંદગી હવે બૂરો દેવળ જેવી ભાસતી હતી. આવતી કાલે જેનો મહિમા નામશેષ થવાનો છે, આવતી પરમે જેની લાલચ પુત્રોને કૂતરાને મોતે મારવાની છે, એ મહાન સામ્રાજ્યનો ગર્વ આલમગીર જેવા અમીરોગરીબ આદમીને ન છાજે ! ન ખપે ! ઇસ્લામી શાસનની નેમથી, ચાંદતારાના હરિયાળા ઝંડાને દેશદેશ ગાડવાના ઉદ્દેશને લઈને એ જીવનભર ઘૂમ્યો. એનો પ્રતાપ પ્રલય જેવો પ્રબળ નીવડ્યો. એક ફૂંકે અનેક દીવડા એણે બુઝવ્યા. ખુદા પોતાને ભેરે છે, એ તાકાત પર એણે કોઈને ન ગણકાર્યા, ખુદાના બંદાઓને પણ નહિ ! એક ઝાડની બે ડાળ જેવા, એક મગની બે ફાડ જેવા શિયાઓને, સૂફીઓને એણે દબાવ્યા, બીજાપુર-ગોવળકોડા જેવાં ઇસ્લામી રાજ્યોને રફાદા કર્યો. ફકીર થઈને જેણે કલ્પનામાં પણ ઇચ્છવું ન હોત, રાજા થઈને એણે એ કર્મ હોંશભેર કર્યું. મુસદીવટ-સામ, દામ દંડ ને ભેદ, એ મહાશાસનના પાયા છે, એમ એ માનતો, અને કમાલ તો જુઓ ! મુસદીવટથી ભરેલા એક કાગળના કટકાથી એણે રાવ દુર્ગાદાસ ને શાહજાદા એકબરના સિત્તેર હજારના સૈન્યને એક રાતમાં હતું હતું કરી નાખ્યું હતું ! પણ એ મુસદીવટના ચિરાગે જેમ પારકાં ઘર બાળ્યાં, તેમ પોતાનાં ઘર પણ બાળ્યાં. એણે સાણસમાં વસતા શેતાનની જ પરખ કરી. એ પરખે એને શંકાશીલ બનાવ્યો. એ શંકાએ ઘરમાં પણ આગ લગાવી, એને પેટના દીકરાનોય ભરોસો ન રહ્યો. પિતાને પેટના દીકરાનો ડર પેઠો. પરિણામે પેટના દીકરાઓ પિતાના પડછાયાથી પણ ડરવા લાગ્યા. બાબર – હુમાયુનો પરસ્પર ન્યોછાવરીનો કુટુંબ-પ્રેમ જાણે હવા થઈને ક્યાંનો ક્યાં અલોપ થઈ ગયો અને મોગલ કુળમાં સ્વજનોને ભરખનાર સર્પકુલનો સંસાર મંડાઈ ગયો . સગા દીકરા અકબરે જ એમાં પહેલ કરી. સલ્તનતની સામે સલ્તનત ખડી કરી બંડ કર્યું. ખુદાએ એને ખુવાર કર્યો, પણ આજે કે કાલે, બીજા દીકરાઓની કહાણી પણ એ જ હતી. આજ સુધી બાપ ને બેટાઓ સંતાકૂકડી રમતા રહ્યા. કોઈ કોઈથી પકડાઈ ન જાય તે રીતે. પણ બાપના મોતની આગાહી મળતાં-મડા પર મોત વરસાવવા શાહજાદાઓ ચારે તરફથી પોતપોતાનાં લકરો સાથે બાપને દબાવવા દોડતા આવતા હતા. શાંતિથી મૃત્યુ માણવા ખાસ હું કેમ કરીને, દીકરાઓને દૂર મોકલવા પડ્યા . સારાંશમાં આલમગીર જેવા ચક્રવર્તીના ચરણમાં આખા ભારતની ધન-દોલત આળોટતી હતી, પણ માનવી સદા કાળ જેનો ભૂખ્યો છે : એ સ્વજન કે સગાનું સુખ એને ન મળ્યું, બલકે સદા તેઓની ભીતિ જ રહી ! જુવાનીના જોશમાં ભારતને ઇસ્લામનું ઘર કરવાની મહેચ્છા સેવી ! આ માટે હિંદુશાસનને કાજી, મુફતી ને બક્ષીઓના હાથમાં સોંપી દીધું. જજિયા જેવા ઇસ્લામી ધારાઓનો કડક અમલ શરૂ કર્યો xનિઃસંતાન હિંદુ રાજાઓનાં રાજ જપ્ત કરવા માંડ્યાં. હારેલા રાજાઓને ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું ફરમાન કર્યું. એક તરફ માન, ચાંદ ને જાગીરની બક્ષિસો શરૂ કરી, બીજી તરફ સમશેર ઉગામી, પણ જડ હિંદુઓમાં સમશેરનો સ્વીકાર થયો, માનચાંદને એમણે ફગાવી દીધા ! પહેલો પ્રયોગ જોધપુરના બાળરાજા પર થયો. રાજા વગરની પ્રજા-નાથ વગરનો અનાથ લોકગણ તાબેદારી સ્વીકાર્યા વગર શું કરે ? આ ભ્રમણમાં ખૂબ જોર કર્યું. પણ એ વખતે રાવ દુર્ગાદાસે રાજા વગરનું રાજ ચલાવી બતાવ્યું ને તે પણ પૂરાં * આવો પ્રયોગ અંગ્રેજી સલ્તનતને હિંદવી રાજ્યો માટે કરેલો, બદલામાં ૧૮પ૭નું યુદ્ધ મળ્યું. તા. ૨૦-ર-૧૭૦૭ એકનું મરણ-બીજાનું જમણ I 137

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98