Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 64
________________ પોતાના અમીરો સામે જોતાં કહ્યું : ‘ગણતરી તો કરો કે આપણી ૭૦ હજારની સેનાના ૭૦ હજાર જણમાંથી કેટલા જણ અહીં બાકી રહ્યા છે ?' ‘એ પણ ગણતરી કરી લીધી, હજૂર ! ફક્ત સાડા ત્રણસો જણ આપણી ભેરે રહ્યા છે ?” | ‘શાબાશ, સિત્તેર હજાર ગયાનો મને ગમ નથી. મારી સાથે મોતને કાંડે બાંધનાર સાડા ત્રણસો મર્દ રહ્યા એનું મને ગુમાન છે.' | ‘હજૂર ! હુકમ હોય તો પિતાજી સાથે સુલેહની વાટાઘાટ ચલાવીએ. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય !” ‘પિતાજીને જેટલા હું જાણું, એટલા તમે શું જાણો ? એમની પાકી માન્યતા છે કે છોરું કછોરું થાય ત્યારે માવતર કમાવતાર થવું જ રહ્યું. બાદશાહ આલમગીરના શબ્દકોશમાં ગુનેગાર પર રહમ જેવો શબ્દ નથી. આપણે આપણી રક્ષાનો પ્રબંધ વિચારવો જોઈએ ! હોશિયાર જાસૂસોને અજમેર તરફના સમાચાર લાવવા રવાના કરો !” શહેનશાહ અકબરશાહના દિલમાંથી જાણે તખ્તનો રોફ ચાલ્યો ગયો હતો, ને તખ્તાના ભયને નજર સામે નિહાળી રહ્યા હતા. છતાં એ આખરે તો આલમગીરનો પુત્ર હતો. ભયથી હાથ ધરેલું કર્તવ્ય છોડી દે એમ નહોતો. ‘દુર્ગાદાસ કઈ તરફ રવાના થયા ! અકબરશાહે પૂછ્યું : ‘મારવાડ તરફ.' ‘આપણે પણ મારવાડ ભણી ચાલી નીકળો.’ ‘શું મોતના મોંમાં જવા ? રાઠોડો આપણને ફરી મદદ કરશે ?” ‘દુર્ગાદાસ જુદા દિલનો માણસ છે. જાણો છો, બીજો કોઈ હોત તો સામસામા તલવારોના ઝાટકા દીધા વિના અહીંથી ચાલ્યા જાત નહિ. અહીં જ આપણને સુતા રાખ્યા હોત ! પણ આ દોસ્ત પણ ખાનદાન છે ને એની દુશ્મની પણ ખાનદાની છે ! રાવસાહેબને કીમિયાગરના કીમિયાનો ખ્યાલ આવતાં, બધી વાતની ખાતરી થતાં, એ કોઈ રીતે આપણને મળ્યા વગર નહિ રહે. જે થયું એનો એમને પણ ગમ થશે !' ‘શહેનશાહે આલી ! ફતવો આપનાર ચાર મુલ્લાંઓ પણ નદારદ !* ** ‘એ મુલ્લાંઓએ મારું મોં જોઈને ફતવો નહોતો આપ્યો, તેઓ તો તખ્ત તાઉસના હીરામાણેક સામે જોતા હતા અને દોસ્તો ! મને હવે કોઈ શહેનશાહ ન કહેતા !” ‘હજૂર ! અમે કંઈ અમારા સરતાજની મજાક નથી કરતા.' ‘જાણું છું. તમે સર્વ ધર્મપ્રેમી શહેનશાહીના સેવકો છો. મને પણ કંઈ તખ્ત તાઉસનો મોહ નહોતો. એમ હતું કે પિતા મજહબના નામે મોગલ સલ્તનતની ઘોર ખોદી રહ્યા છે એ અટકે, ને અકબરશાહની જેમ હુંય મોગલ સલ્તનતની ઇમારતને એવા પાયા પર ખડી કરું, કે બીજાં સો વર્ષમાં તો એની કાંકરી પણ ન ખરે ! હિંદુઓના ઘરમાં રહી, હિંદુઓ સામે બાકરી બાંધી, હિન્દુસ્તાન મોગલો નહિ ભોગવી શકે : પણ એ તો જેવી અલ્લાવાલાની મરજી ! રહીમજીનો પેલો દોહો આજે યાદ આવે છે. ‘રહીમન અબ ચૂપ વૈ રહો, દેખી દિનનકો ફેર. જબ દિન નીકે આઈ હો બનત લગત ન દેર !' | ‘ઊઠો મારા જંગમર્દ જુવાનો ! નિરાશ ન થશો. ઇતિહાસના આયનામાં આપણો પ્રયત્ન આપણને શરમાવે તેવો નથી, બલકે શોભાવે તેવો છે. અલ્લા દયાળુ છે. એની મરજી હશે તો બગડેલી બાજી કાલ સુધરી જશે ! ઉપાડો કાફલો !' થોડી વારમાં નવા બાદશાહનો નાનો શો કાફલો રેગિસ્તાનના ધૂળના બવંડરો વચ્ચે અદૃશ્ય થઈ ગયો ! * તખ્તો એટલે ફાંસી. ** નારદ એટલે ગુમ. T10 બૂરો દેવળ સ્વપ્નભંગ | III

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98