Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 23
________________ પણ વિજય મળે તો, કોઈ સેનાપતિને દિલે સંતાપ થતો નથી. છતાં એટલું સાંભળતાં જાઓ કે અર્જુન સિવાય બીજા કોઈને નહિ હણું ” ભેદી સુંદરીએ આડ કથા પૂરી કરતાં પોતાની વાત કહેવી શરૂ કરી. ‘જયસિંહ ! રાજનીતિની મા એ દહાડે પાછી ફરી ! એવી જ રાજનીતિનો હાથો એક દહાડો હું બની ! આખું જીવતર બાળી નાખ્યું. પણ રે ! હું આડા રસ્તે ઊતરી ગઈ. દિલનું જોશ છે. મારે તો તને આ બૂરા દેવળની કથા કહેવી છે. તને બતાવવું છે કે રાજનીતિમાં ન કોઈ ભાઈ છે, ન કોઈ બાપ છે, ન કોઈ મિત્ર છે ! ત્યાં પ્રપંચ એ પ્રપંચ નથી, હત્યા એ હત્યા નથી. ત્યાં હાર એ હાર છે, જીત એ જીત છે. નીતિશાસ્ત્રીઓને એ ત્યાં જૂઠા લેખવે છે. ત્યાં સેના એ શક્તિનો સાર છે, છલપ્રપંચ એ સિદ્ધિનો સાર છે, ને વિજય એ તમામ સત્કર્મનો સાર છે.' સુંદરી થોડીવાર થોભી, એના હૃદયકપાટમાં ન જાણે એણે શું શું સંઘર્યું હતું. જયસિંહને શું બોલવું તેની જ સૂઝ ન પડી. થોડીવારે વળી સ્ત્રીએ બોલવું શરૂ કર્યું : ‘વગર મર્યે હું પ્રેત સરજાણી છું, લશ્કરે લકરમાં ઘૂમી છું. ચક્રવર્તીઓને સુંવાળી સોડ આપી સંહાર્યો છે. ચોંકી ઊઠીશ ના, હું એ કે એક છરી, કટારી ને બંદૂકવાળા શૂરા સૈનિકોને મળી છું. મેં તેમને પૂછવું છે, કે ભઈલા ! તમે રણમાં હત્યા શા માટે કરો છો ? એ કહે છે કે પેટ ખાતર. મેં પૂછ્યું તમે કોને હણો છો ? એણે કહ્યું, અમારા સેનાપતિ કહે તેને અમે હણીએ છીએ. મેં પૂછ્યું તમે શત્રુ કોને ગણો છો ? એમણે કહ્યું, એમ તો અમારું કોઈએ બગાડ્યું નથી, અમે સામા પક્ષને ઓળખતા નથી, એનો વાંકગુનોય જાણતા નથી. અમને પગાર મળે છે, લડવું એ અમારો ધંધો છે, ચર્ચા કરવી, સારા-બૂરાનો વિચાર કરવો અમારું સિપાહીનું કામ નથી ! મેં પૂછ્યું ‘તમને આમાં કંઈ લોભ-લાલચ !' એમણે કહ્યું કે બ્રાહ્મણ પંડિતો કહે છે કે આમ યુદ્ધમાં પરને હણતાં મરશો તો સ્વર્ગ મળશે. ત્યાં બુલબુલ જેવી અસરા મળશે. જીવશો તો શત્રુની સુંદર સ્ત્રીઓ ને લૂંટનું સોનું ને ઉપરથી વિજયની કલગી મળશે.' ‘પણ સુંદરી ! રાજા તો પ્રજાકલ્યાણ માટે લડે છે ને ?” જુવાન ! રામરાજ્યની વાંચેલી વાત તું કહે છે. આજે પ્રજા રાજા માટે છે. વાઘ કહે છે કે અમે ઘેટાંના રક્ષણ માટે છીએ, જ્યારે ઘેટાં વાઘથી હંમેશાં બીતાં રહે છે.’ “બધુંય જાણતાં લાગો છો, દેવી ! બૂરો દેવળનું રહસ્ય જાણવા મન વ્યગ્ર છે. પણ એથીય વધુ હું તમારી પિછાન ચાહું છું ! પહેલાં તમારી ઓળખ આપો !' | ‘જે વાત તને કહેવાની છું : એ મારી જ છે. પરવીતી પણ છે અને આપવીતી પણ છે. જુવાન, એમાંથી મને શોધી લેજે ! મારા અંતરનો વિસામો આ વાર્તા જ છે. ઘણાને કહી છે, આજે તને કહું છું. કોક જાગે ! કોક મારું ખપ્પર ભરે ! કોઈ 28 n બૂરો દેવળ રાજનીતિને સમજે ! કોક ધર્મનીતિને પિછાણે અને મોટું માછલું નાના માછલાને ગળેએ મત્સ્યગલાગલ ન્યાય અટકે ! સાથરે સૂઈને મરનારની, સ્વાર્થે મરનારની યુદ્ધ જંતુ જેવી મૃત્યુ પરંપરાઓ અટકે, ધરમ સારુ, ધેનુ સારુ, સતી સારુ, દેવળ સારુ, પુરુષાર્થ સારુ, ભરજુવાનીમાં પ્રાણ કાઢી દેનારા કોક નીકળે !' ‘જે કહો તે સાંભળવા તૈયાર છું, પણ ઇષ્ટદેવના સોગન આપું છું કે કોઈ વાત ઊણી કે અધૂરી ન મૂકશો.’ ‘એમ છે, જયસિંહ ? તો ચાલ્યો આવ પેલી ચંપા ગુફામાં ! શંકા પડતી હોય તો કદમ ન ભરીશ, નિશંક થઈને આવી શકે તો આવજે ! આ આંખ ને હૈયું જેનાં સાક્ષી છે, એ તમામ વાતો તને કહીશ.' ‘આવું છું. જે કહો તે સાચું કહેજો, સુંદરી ! પણ મને તમારું નામ...!” ‘વળી શંકા ? જયસિંહ ! તને ધક્કો મારી કાઢી મૂકવાનું મન થાય છે. તારા મોટા ભાઈને જગાડીને તારી ભાવનાનું ભાન કરાવવાનું દિલ થઈ જાય છે. પછી અહીં જ તમને બંનેને સામસામા તલવારે ઝાટકા ઉડાડતા જોઉં ! હત્યારસિયું મારું હૈયું બે રાજવંશીઓનાં લોહી જોઈ શાન્ત થાય, પણ તમારો દોષ કાં કાઢવો ? આ ભૂમિ જ એવી છે. અહીં જ્યાં બે દિલ મળ્યાં કે પરસ્પરના દિલમાં દગો, ધોખાબાજી ને સ્વાર્થી ભાવના જાગી ઊઠે છે ! પણ ના, મારું હૈયું તને જોતાં જ મહેર ખાઈ ગયું છે. તારી જુવાનીની સુગંધ મને સ્પર્શે છે. ચાલ્યો આવ ! શંકા ન ધરીશ. નરસિંહની અદાથી ચાલ્યો આવ !' જુવાન જયસિંહનું મોટું જ બંધ થઈ ગયું. કંઈ પણ સવાલજવાબ કર્યા વગર એ અને ભેદભરી સ્ત્રી આગળ-પાછળ ચાલતાં થોડા રેતના ટીલા વટાવી ચંપાનાં વૃક્ષોની ઘટામાં આવેલી ગુફા નજીક આવી પહોંચ્યાં. રસ્તામાં ક્ષણે ક્ષણે એ ભેદભરી સ્ત્રી પલટાતી જતી હતી. એના હાથનો બેરખો કંકણ બની ગયો હતો, જટા જેવો લાગતો કેશપાશ કંડોરેલા અંબોડા જેવો લાગતો હતો. ગુફા વિશાળ હતી, પણ અહીં માટી સિવાય કંઈ નહોતું. એક તુંબીપાત્રમાં જળ ભર્યું હતું ! જયસિંહ આશ્ચર્યમાં પડી ગયો હતો. પાતાળ ફોડીને સ્ફટિક જળનું ઝરણ બહાર નીકળે, એમ સુંદરીની ભસ્મ ચોળેલી દેહમાંથી રૂપનું ઝરણ વહી રહ્યું હતું ! એના ઝરણમાં હરકોઈ જુવાનને ઘડીભર ખેલવાનું દિલ થાય તેવું હતું. વસ્ત્રોથી આચ્છાદિત એ સુંદરી ધીરે ધીરે નજાકતભરી દેખાતી હતી. એના પ્રત્યેક અંગમાં પુરુષની મનોવૃત્તિને જગાડવાનું આકર્ષણ હતું. જયસિહ જેમ જેમ નજીક જતો ગયો, એમ એમ એને સુંદરીના સૌંદર્યનો કેફ ચડવા લાગ્યો. મનને જેમ જેમ સંયમમાં રાખવા પ્રયત્ન કર્યો, તેમ તેમ બાલ-સુંદરી [ 29

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98