Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 80
________________ ‘અમે અનાથ હતા. આજ અમે સનાથ થાય !” થોડે દિવસે દિલ્હીથી ખરીતો આવ્યો. એમાં રાજા અજિતસિંહની રાજપદવી આવકારવામાં આવી ! જોધપુરને સર્વતંત્ર સ્વતંત્ર રાજ તરીકે સ્વીકાર્યું. જોધપુરરાજ ને ‘મહારાજા'નો ખિતાબ બઢ્યો. બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની મોગલમુસદ્દીઓની આ કરામત હતી ! મારવાડ એ દિવસે સ્વતંત્ર થયું. મહારાજા અજિતસિંહ મારવાડપતિ બન્યા. રાજા, દેવ અને દેશના બંદા રાઠોડોએ એ દિવસે પાણાનાં ઓશિકાં ને પાંદડાંની પથારી છોડી ! 20 સતની ધજા “ઢંબક ઢબક ઢોલ બાજે, દે દે ઠોર નગારાંકી, આસે ઘર દુર્ગા નહિ હોતો, સુન્નત હોતી સારાં કી.” ત્રીસ ત્રીસ વરસથી જે દેવળ દેવ વગરનું હતું, જેમાં આજે નવા દેવની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ હતી. કાબુલ સુધી પોતાની સમશેરનું પાણી બતાવનાર મારુ, સરદારોનો આજનો આનંદ અપૂર્વ હતો. ઓગણત્રીસ ઓગણત્રીસ વરસની ભયંકર જેહાદ પછી સ્વતંત્રતાનાં દર્શન થયાં હતાં, અસ્તિત્વનું ડૂબતું જહાજ આજ તરીને કાંઠે લાંગર્યું હતું. બધે આનંદની શરણાઈઓ બજી રહી હતી, પણ કિસ્મત તો જુઓ ! આ પ્રાણપ્રતિષ્ઠાનો આનંદ પૂરો થાય, એ પહેલાં પહેલે પગલે દેવળના મહાપૂજારીને બહિષ્કૃત કર્યાના સમાચાર બધે ફેલાઈ ગયા ! લોકો કહેતા હતા કે ધંધવાતું'તું તો લાંબા વખતથી, આજ અનુકૂળ હવાનો સ્પર્શ થતાં ભડકો થઈ ગયો ! અજિતસિંહ, મારુ દેશની ગાદી પર આવ્યો. ઈ. સ. ૧૭૦૭માં અને આ બનાવ બન્યો બરાબર એક વરસે. ઈ. સ. ૧૭૦૮માં વીર દુર્ગાદાસને અજિતસિહ પોતાની હદમાંથી દેશનિકાલ કર્યા ! જાણે ખોળિયાએ જ પ્રાણને ધક્કો મારી બહાર ર્યો ! મારે શો ખપ છે હવે તારો ? જે સમાચાર સાંભળીને માનવાની કોઈ હા ન ભણે, ઊલટું સામેથી કહે કે કહેનાર દીવાનો ભલે હોય, પણ સાંભળનાર દીવાનો નથી ! બને જ કેવી રીતે ? આ બધા ભલા પ્રતાપ જ રાવ દુર્ગાદાસના છે. એમની ત્રીસ વર્ષની એકધારી એકરાગી સેવાના છે. આલમગીર જેવા ચક્રવર્તી રાજાની સામે અજિતસિંહ જેવા તો ક્યાંયના ક્યાંય ઊડી ગયા હોત, અરે દુર્ગાદાસ ન હોત તો મભૂમિની રજ પણ 142 D બૂરો દેવળ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98