Book Title: Bruhat Sangrahani Author(s): Jinbhadra Gani Publisher: Kunvarji Anandji View full book textPage 4
________________ El||3D TE3D-[3D- (3) - Meana 93 [] પ્રસ્તાવના. YKKX€ આ બહાસંગ્રહણિ ગ્રંથ કે જેનું બીજું નામ રૈલોકયદીપિકા છે તે પ્રથમ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજાએ શ્રી પ્રજ્ઞાપના સૂત્રાદિના આધારે રચેલે છે. તેની મૂળ ગાથા ૩૫૩ છે. સદરહુ ગ્રંથ શ્રીમલયગિરિજી મહારાજકૃત ટીકા સાથે છપાયેલ છે, તેમાં પાછલા ભાગમાં ૩૫૩ મૂળ ગાથાઓ આપેલ છે. ટીકામાં ૧૪ ક્ષેપક ગાથા ભળવાથી ૩૬૭ ગાથાઓ છે. શ્રીચંદ્રસૂરિ કે જેઓ મહુધારી શ્રી હેમચંદ્રસૂરિના શિષ્ય છે તેમણે આ બૃહસંગ્રહણિ ઉપરથી ગાથા ૩૧૮ની બીજી બહસંગ્રહણિ બનાવી છે. તે હર્ષસારમુનિના શિષ્ય કરેલા અર્થ—આળાવધ સહિત બહુ વર્ષ અગાઉ શ્રાવક ભીમસિંહ માણેકે પ્રકરણ રત્નાકર ભાગ ૪ થામાં છપાવેલ છે. તેના અર્થમાં બાળાબેધકારે મૂળ બૃહસંગ્રહણિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ૫૦૦ ગાથાની બનાવ્યાનું લખ્યું છે, પરંતુ તેમાં કાંઈ ભૂલ થયેલી જણાય છે; કેમકે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની કરેલી બૃહસંગ્રહણિ તે ૩૫૩ ગાથાની જ છે. શ્રી ચંદ્રસૂરિકૃત બૃહસંગ્રહણિનું નામ આપીને માસ્તર ઉમેદચંદ રાયચંદે બુકાકારે એ ગ્રંથ છપાવેલ છે તેમાં ગાથા ૪૮૫ છે, પરંતુ એટલે વધારે બીજી ક્ષેપક ગાથાઓવડે થયેલે જણાય છે. આ બૃહતસંગ્રહણિ ગ્રંથના ટીકાકાર મહારાજે અનેક સ્થળે ટીકા એટલી બધી વિસ્તૃત કરી છે કે જેની અંદર ઉપર જણાવેલી બુકની સર્વ ગાથાઓનો સમાવેશ પ્રાય: થઈ ગયેલ છે. આ ગ્રંથ ટીકા સાથે શ્રી ભાવનગર જૈન આત્માનંદ સભા તરફથી સંવત્ ૧૯૭૩ માં છપાયેલ છે. તેનું સંશોધન ઉપાધ્યાય શ્રી વીરવિજયજીના શિષ્ય પંન્યાસશ્રી (હાલ આચાર્ય ) દાનાવજયજી ગણિએ કરેલું છે. અમે તે ગ્રંથની ગાથાઓનું તથા ટીકાનું શુદ્ધ ગુજરાતી ભાષામાં ભાષાંતર કરીને પ્રગટ કરવાને અલ્પમતિ અનુસાર પ્રયત્ન કર્યો છે. તેમાં જે ગાથાની ટીકા માત્ર શબ્દાર્થ પૂરતી જ હોય તેને અર્થ અમે જુદો લખ્યો નથી, પરંતુ જે ગાથાની ટીકા વધારે વિસ્તારવાળી હોય તે ગાથાને શબ્દાર્થ જુદો આપે છે. આ ગ્રંથના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કર્તા તરીકે પિતાનું નામ આપેલું નથી, પરંતુ ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજે પ્રારંભમાં જ આ ગ્રંથના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે એમ કહ્યું છે. વળી આ આચાર્ય પૂર્વધર હતાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 298