________________
૨૪
વાવના સહ. ચક્રવર્તી કરતાં અરધી સાહેબની વાસુદેવની હોય છે તેવા નવ વાસુદેવ ગતયુગમાં (ચોથા આરામાં) થઈ ગયા, તેમને કોઈ મતથી બચેલે જવામાં આવ્યો? કયાં ગયો પેલે બધાને ધ્રુજાવનાર, રાક્ષસોને સરદાર, સીતાજીને ઉપાડી જનાર, રામચંદ્રજીની સામે યુદ્ધ કરનાર, બલિક અને અતિ ગર્વિષ્ઠ રાજા રાવણ? કીરને હરાવનાર, ન્યાયને માર્ગે ચાલનાર, પાંડુરાજાના પુત્ર પાંચ પાંડવમાંથી પણ કોઈ આ પૃથ્વી ઉપર દેખાતું નથી. આવા આવા મેટા રાજા મહારાજા સત્તાધીશો પણ જ્યારે કાળના કળીયા થઈ ગયા, કઈ પણ બચવા પામ્યો નહિ, ત્યારે સામાન્ય માણસોની તો શી વાત કરવી ?
દરેક જણને મેડાં કે વહેલાં એક દિવસ અવશ્ય મરવું છે. જમ્યા પછી મરવું એ આ શરીરનો સ્વભાવ જ છે, છતાં પણ અમુક વરસો સુધી છવાય છે એ એક મનુષ્યોને ભાગ્યોદય સમજો જોઈએ, નહિતો કોઈ પણ ક્ષણ એવી જતી નથી કે જેમાં એક મરણ નિપજતું ન હોય. એકૅકિયાદિકની વાત તો એક બાજુ મુકીએ; માત્ર મનુષ્યને જ હિસાબ કરીએ; તોપણ હાલની ગણત્રી પ્રમાણે એક અબજ અને ૪૪ કરોડની કુલ વસ્તી મનાય છે; તેમાં એક મિનિટે ૩૩ સરેરાસ ભરણપ્રમાણ આવે છે. પીર, પેગંબર, ફકીર, ઓલીયા, સાધુસંત, ગુણી, સજન, દુર્જન ને બાળ, યુવાન, વૃદ્ધ દરેકને કોઈ ને કોઈ ક્ષણે મરતાં આપણે નજરે જોઈએ છીએ. તેજ દશા આપણું પણ એક ક્ષણે થવાની છે એમ પણ સમજવું હોય તે સહજ સમજી શકાય, છતાં પણ જાણે આ દુનિયામાં અમર રહેવું હોયની, કાળની જાણે સ્વપ્ન પણ બીક ન હેયની તેમ કેટલાએક મનુષ્ય અંધ બનીને અનાચાર સેવે છે ! પોતે બળવાન હોય તે દુર્બળને દબાવે છે, ગરીબોને સતાવે છે, વિશ્વાસઘાત, છળપ્રપંચ કરે છે, બેટાં નામાં લખે છે, અભણ-દીન માણસોને છેતરે છે, પિતાની કન્યાને વેચી તેના પૈસા લે છે, જેનું વર્ણન કરતાં કંપારી છૂટે તેવાં ન કરવાનાં કામો કરે છે ! ક્રોધના આવેશમાં પોતાના