________________
અશરણ ભાવના.
૮૧
છે. હું સખે ! શ્રદ્ધા હોય તેા શ્રદ્ધાપૂર્વક સાંભળ. મેાત વખતે ખીજા બધા જ્યારે દૂર રહેશે ત્યારે માત્ર એક ધ જ કે જે સર્વ પદાથૈને જાણનાર પુરૂષે દર્શાવેલ છે, કમના મને ભેદનાર છે, અને સમગ્ર સુખ સંપત્તિને આપનાર છે, તે ધ જ મિત્રની માર્કે સહાયક થઈ રક્ષણ કરનાર છે. માટે તેનું જ શરણું સ્વીકાર. (૧૭) વિવેચન—જ્યાંસુધી સૂક્ષ્મ અને અમૃત રૂપ રસ ગ ધ સ્પ વગરની ચીજોને અપરેાક્ષ જણાવનાર જ્ઞાન ન થાય ત્યાંસુધી કેવળ શ્રદ્ધાથી તેની હયાતી માનવાની જરૂર છે. જીવ-આત્મા એ ચમચક્ષુથી દેખી શકાય તેવી ચીજ નથી, કારણકે તે અતિ સૂક્ષ્મ છે, તાપણ તેનું અસ્તિત્વ સાબિત કરનાર અનેક દાર્શનિક અને ધાર્મિક પુસ્તકા છે, તેના ઉપર શ્રદ્ધા રાખી આત્માની હયાતી જ્યારે સ્વીકારવામાં આવે ત્યારે તેની સાથે એ પણ સ્વીકારવું પડશે કે આત્મા શરીરની સાથે નાશ પામી જનાર ચીજ નથી પણ તે શરીર - ત્પન્ન થયા પહેલાં અને શરીરનેા નાશ થયા પછી પણ કાયમ રહેનાર અખંડ અવિનાશી નિત્ય છે. જ્યારે એ નિત્ય છે ત્યારે શરીરની ઉત્પત્તિ થયા પહેલાં તે કાઈ સ્થળે હાવા જોઈએ અને શરીરનેા નાશ થયા પછી કાઈ જગાએ જવા જોઈએ, એટલે કે આત્માને પૂર્વજન્મ અને પુનર્જન્મ છે. કોઈ સ્થળેથી આવીને તેણે આ શરીર સાથે સંબંધ જોડયા અને આખરે આ શરીરથી છૂટા પડી ગત્યંતરમાં ખીજા શરીરની સાથે સબંધ મેળવવાના છે. જેમ એક માણસ જીનાં વસ્ત્રો બદલાવીને નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા પણ જીનુ શરીર છેાડીને નવું શરીર ધારણ કરે છે. यदुक्तं गीतायां -
वासांसि जीर्णानि यथा विहाय । नवानि गृह्णाति नरोऽपराणि ॥ तथा शरीराणि विहाय जीर्णा - न्यन्यानि संयाति नवानि देही ॥
અ. ૨. ક્ષેા. ૨૨.
જ્યારે એ વાત સ્વીકારવામાં આવે કે
ૐ
જીવ ભવાંતરમાંથી