________________
સંવ૨ ભાવના
ર૭૭ માનની હાડકાંના થંભની સાથે, પ્રત્યાખ્યાની માનની લાકડાના થંભની સાથે અને સંજવલનના માનની નેતરની છડીની સાથે સરખામણી કરવામાં આવી છે. આગલા આગલા થંભ કરતાં પાછલા પાછલા થંભની કઠિનતા કમી છે તેમ આગલા આગલા ભાન કરતાં પાછલા પાછલા ભાનની કઠિનતા ઓછી છે. અનંતાનુબંધી માયા વાંસની ગાંઠ જેવી વક, અપ્રત્યાખ્યાની માયા ઘેટાના શિંગડા જેવી, પ્રત્યાખ્યાની માયા ગોમુત્રિકા જેવી અને સંજ્વલનની માયા નેતરની ઓઈ જેવી છે. પૂર્વ કરતાં પાછળની વક્રતા ઓછી ઓછી છે. અનંતાનુબંધી લોભ કિરમજના રંગ જે, અપ્રત્યાખ્યાની લોભ ખાળના કાદવ જે, પ્રત્યાખ્યાની લોભ ગાડાના ખંજનના રાગ છે અને સંજવલનને લોભ હળદરના રંગ જેવો છે. કિરમજને રંગ કપડું ફાટી જાય ત્યાંસુધી ઉડતો નથી, પણ હળદરને રંગ તડકો જોતાં તરત ઉડી જાય છે, તેમ અનંતાનુબંધી લોભ જીંદગી સુધી રહે છે, ત્યારે સંજવલનને લેભ થડા વખતમાં ભુંસાઈ જાય છે. તેની સંગ્રાહક શક્તિ છેડી છે અને તેથી પ્રદીપ્ત થતા ક્રોધના અગ્નિના ભડકાથી તેનું મન નિરંતર સંતપ્ત રહેતું. કોઈ કોઈ વખતે પોતાની સ્ત્રી પાસે તે પોતાનું દુઃખી હૃદય ખાલી કરતો; તેમાં પણ વખતે શાંતિ થતી અને વખતે બંને તરફથી જવાળાઓ પ્રસરતી. એકદા રૂદ્રદેવે કંઈક પ્રસન્નતામાં પોતાની પત્નીને કહ્યું, ભદ્રે ! આપણા છોકરાઓ જુવાનીના મદમાં અને સ્ત્રીઓના પ્યારમાં પાગલ થઈ આપણી સહામે બોલે છે. કહ્યું છે કે
यौवने विकरोत्येव । मनः संयमिनामपि ॥
राजमार्गेपि रोहन्ति । प्रावृट्काले किलाङ्कुराः ॥ १ ॥
અર્થ–પોવન અવસ્થા સંયમી પુરૂષોના મનને પણ વિકારી બનાવી દે છે. વર્ષો ઋતુમાં રાજમાર્ગમાં પણ અંકુરાએ ઉગી નીકળે છે. હે પ્રિયે ! હજુ તો આપણે કામકાજ કરી શકીએ છીએ,
૧૮