________________
અન્યત્વ ભાવના
૧૮૯ અર્થાત-જગતમાં સર્વ જેની સાથે પ્રીતિ સગપણ બાંધ્યું પણ અંતે કોઈ સગું થયું નહિ. કાયમની પ્રીતિ ક્યાંય પણ જોવામાં આવી નહિ. તેનું કારણ એટલું જ કે જગતજનની સાથે જે કંઈ સંબંધ બાંધવામાં આવે છે તે કંઈ ને કંઈ સ્વાર્થ માટે. મા બાપ અને પુત્રનો સંબંધ જન્મથી કુદરતી બંધાય છે એ ખરું, પણ માબા૫ના મનમાં એક જાતની આશા રહી છે કે આ છોકરો માટે થશે એટલે અમારું ઘડ૫ણ પાળશે અને અમારું નામ રાખશે. આવી આશાની ઉપાધિથી માબાપને છોકરા ઉપર પ્રેમ રહે છે. કોઈપણ કારણથી જે તે આશા ઉડી જાય તો પ્રેમ પણ ઉડી જાય. એવી જ રીતે દુનિયાના સંબંધીઓના સંબંધમાં–પ્રેમમાં કંઈને કંઈ ઉપાધિ-સ્વાર્થ રહે છે, તેથી તે પ્રેમ ઉપાધિના અસ્તિત્વ સુધી ટકે છે, પછી લુપ્ત થાય છે. ખરો પ્રેમ તે નિરૂપાધિક-નિઃસ્વાર્થી પ્રેમ છે. તે પ્રેમ માત્ર સ્વસ્વરૂપની સાથે જ બંધાય છે અને તે જ ખરો પ્રેમ છે; પણ તે પ્રેમનો પ્રવાહ ગુપ્ત છે, અંતરમાંથી પ્રગટે છે, બહારથી તેની આવક નથી. બહારના સંબંધીઓને પ્રેમ ઉપર કહ્યું તેમ પાધિક અને સ્વલ્પકાળ સ્થાયી છે. તે બીનાનું સ્પષ્ટીકરણ કરતાં “સંયોજs વૃક્ષવત” એ વાકયથી ઝાડ ઉપર પક્ષીએના સમાગમનું દૃષ્ટાંત આપ્યું છે. સાંજે જુદી જુદી દિશાએથી પક્ષીઓ આવી ઝાડ ઉપર બેસે છે. રાત્રિ પસાર કરી સવાર થતાં સૌ જુદાં પડી જાય છે. દિવસે પોતપોતાનો ખોરાક મેળવવામાં મશગુલ બની જઈ રાત્રિએ સંબંધીઓના સમાગમનું ભાન ભૂલી જાય છે. તેવી જ રીતે એક કુળરૂ૫ વૃક્ષને આશ્રયે જુદી જુદી યોનિમાંથી આવેલા અને સમાગમ થાય છે. જીવનરૂ૫ શાખાને આશરે તેમની સ્થિતિ થાય છે. આયુષ્યરૂપી રાત્રિ પૂરી થતાં સૌ જુદાં પડી જાય છે. મરણનો પડદો પડતાં સર્વ સંબંધીઓને સંબંધ છુપાઈ જાય છે. બીજા જન્મમાં પૂર્વનાં સગાંઓ પૈકી કઇ કોઇને ઓળખતું નથી. તેથી કદાચ પૂર્વનાં સગાંઓ દુશ્મન થાય છે અને