________________
લાવના-શતક
આવેલી સ્મશાનભૂમિ જ આ શરીરને આશ્રય આપશે. તારા સંબંધીઓ તે તે ભૂમિમાં પણ તારા શરીરને અખંડ રહેવા નહિ આપે કિન્તુ બાળીને ભસ્મ કરી નાંખશે, તે એટલે સુધી કે છેવટે તેની રાખનો પણ પત્તો નહિ લાગે! તારામાં કંઈ સ્વાર્થ હશે તે પાછળના સંબંધીઓ થોડા દિવસ યાદ કરશે પણ પછી તો નામ નિશાન પણ ભૂલી જવાશે. ખરું જ કહ્યું છે કે
દિન ગણતાં માસ ગયા, વરસે આંતરીયા,
સુરત ભૂલ્યા સજજને પછી નામે પણ વિસરીયા. આવી અનિત્ય બાજી સમજીને જે આત્મિક કાર્ય સાધશે તે સુખી થશે. (૧૬)
संसारेऽस्मिन् जनिमृतिजरातापतप्ता मनुष्याः । सम्प्रेक्षन्ते शरणमनघं दुःखतो रक्षणार्थम् ॥ नो तद् द्रव्यं न च नरपति पि चक्री सुरेन्द्रो । किन्त्वेकोयं सकलसुखदो धर्मएवास्ति नान्यः ॥ १७॥
કોનું શરણું હોઈ શકે ? અર્થ–આ સંસારમાં નરક તિર્યંચ આદિ ગતિમાં ભવભ્રમણ કરતાં ત્રાસ પામેલા અને ખિન્ન થએલા જેને અવશ્યમેવ દુઃખથી બચવાની અને સુખ પામવાની ઈચ્છા થાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે “ જ્યારે ધન માલ મીલ્કત કુટુંબ પરિવાર એ બધાં અને અળગાં થાય છે ત્યારે સખાની પેઠે સહાયક બની કેણ રક્ષણ કરે છે ? કેઈ પણ રક્ષક અથવા શરણું આપનાર છે કે નહિ ? ” આ પ્રશ્નનો ઉત્તર સરલ અને સીધે છે, પણ પ્રથમ તેમાં શ્રદ્ધાની જરૂર