________________
૨૩૦
ભાવના-શતક
tr જીવ શાશ્વતા આ બે પ્રશ્નોના પાકળ સને
પ્રયત્ન કર્યો. કેટલાએક સાધુએ તેની યુક્તિ જાળમાં સાયા અને બીજાએ ત્યાંથી વિહાર કરી તેનાથી જુદા પડી મહાવીર સ્વામી પાસે ગયા. આ વખતે મહાવીર સ્વામી ચંપાનગરીએ બિરાજતા હતા. કેટલાક વખત પછી જમાલીને આરામ થયા. સાવËથી વિહાર કરી તે ચંપાએ મહાવીર સ્વામીની પાસે આવ્યા અને તેણે કહ્યું કે, મહારાજ! તમારા ઘણા શિષ્યાએ તમારાથી જુદા વિહાર કર્યાં હશે પણ તેઓ છદ્મસ્થપણે જુદા પડયા અને છદ્મસ્થપણે પાછા આવ્યા, પણ હું તેા કેવળી થઈ આવ્યા. મિથ્યાભિમાનનાં ઉપલાં વચનેા સાંભળી ગૌતમ સ્વામીએ એ પ્રશ્નો પૂછ્યા કે કે અશાશ્વતા? લેાક શાશ્વતા કે અશાશ્વતા?'' ખુલાસા જમાલીથી બરાબર થયા નહિ ત્યારે તેનું સમજવામાં આવ્યું, તાપણ તેણે પોતાના દુરાગ્રહ છેડયા નહિ. આખરે પેાતાના મતને દૃઢપણે વળગી રહી પાંચ લાખ માણસાને પોતાના મત તરફ ખેંચી ઘણા વરસ સુધી ઉત્સૂત્રને પ્રચાર કરી છેવટે પંદર દિવસના સંથારા કરી, લાગેલ દોષને આલેાવ્યા વિના કાળધમ પામી, તેર સાગરને આયુષ્ય કિલ્વિષી દેવ થયા. મિથ્યાત્વ મેાહનીયના ઉદયથી દર્શનભ્રષ્ટ થયા, તેથી તિર્યંચ મનુષ્ય અને દેવતા એ ત્રણ ગતિમાં ધણા વખત તેને પરિભ્રમણ કરવું પડયું. જો તે દૃનથી પતિત થયે ન હેાત તા તેના વૈરાગ્ય અને કરણી એવી હતી કે તરતમાં તેને મેાક્ષ મળત, પણ મિથ્યાત્વથી, પુનઃ પરિભ્રમણ કરવું પડયું. મિથ્યાત્વના યાગથી પ્રથમ બુદ્ધિમાં વિપર્યાંસ થાય છે. તેથી તે કુદેવને દેવ અને દેવને કુદેવ, કુગુરૂને ગુરૂ અને ગુરૂને કુગુરૂ, અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માને છે. દુરાગ્રહ થતાં તેમાંથી સરલતા જતી રહે છે, કુયુક્તિઓને પેાતાનાં હથીયાર બનાવી વિતડાવાદમાં ઉતરી કલેશની વૃદ્ધિ કરે છે, શાંતિ અને સુલેહ હોય ત્યાં અશાંતિ ઉત્પન્ન કરે છે, તેથી ઘણાં કર્મીની વૃદ્ધિ થાય છે. મિથ્યાત્વ અને કર્મબંધના કેવી રીતે કાય કારણ ભાવ છે તે કાવ્યના ત્રણ