________________
૧૭૪.
ભાવના–રાતક પછી રહેનાર ચૈતન્ય જેવી કોઈ વસ્તુ જ નથી. નાસ્તિક એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનતા હોવાથી અનુમાનગમ્ય ચિતન્યના પુનર્જન્મ કે પૂર્વજન્મને તેઓ સ્વીકારતા જ નથી, તેમ જ જેઓ આત્મા અને તેના પૂર્વજન્મ તથા પુનર્જન્મને સ્વીકારતા છતાં મોહને વિષે દેહમાં તાદામ્ય બુદ્ધિ રાખી દેહને સુખે સુખ અને દેહને દુઃખે દુઃખ માનનારા છે; તે બન્નેને ઉદ્દેશી આ કાવ્યની રચના થઈ છે. ઉપર જણાવેલા બંને વર્ગો જડ-પુદગલમાં જ આનંદ માનનારા છે. રાત દિવસ જડ પદાર્થો મેળવવા પ્રયાસ કર્યા કરે છે. વિચારો પણ જડના જ કર્યા કરે છે, તેથી તેમની બુદ્ધિ જડ જેવી બની જાય છે. તેઓ મનુષ્યત્વમાં પણ જડતા જ જાએ છે. આત્મત્વ પણ જડ દેહમાં જ માને છે. અર્થાત્ તેમને દેહ-શરીરમાં જ આત્મબુદ્ધિ થાય છે. એ જ તેમની ભ્રાન્તિ છે, એ જ તેમની જડતા છે, એ જ અવિવેક છે. વિવેકબુદ્ધિનો લોપ થવાથી તેમને બ્રાતિ યા વિપર્યાસ થાય છે. નાસ્તિક દેશાવરથી આવતા કાગળોની હકીકત પ્રત્યક્ષ ન હોવા છતાં માને છે અને તે ઉપર લાખો કરોડોનો વ્યાપાર કરે છે. પિતાના દાદા પરદાદાને નજરે ન જોયા છતાં, એક વખત તેઓ હતા એમ કબૂલ કરે છે, અને શાસ્ત્રના આક્ત પુરૂષનાં વચન તેઓ માનતા નથી, એ જ તેમને અવિવેક છે. એક તરફ તેઓ કહે છે, અનુમાન અને શબ્દ પ્રમાણ નથી, બીજી તરફ કાગળની હકીકત અને પૂર્વજોનું અસ્તિત્વ પ્રમાણુસિદ્ધ કબુલ કરે છે, એ જ તેમની ભ્રાન્તિ. અનુમાન સિવાય એક પગલું પણ તેમનાથી ભરાય તેમ નથી. જ્યારે અનુમાન અનિચ્છાએ પણ તેમનાથી મનાઈ જવાય છે, ત્યારે તે જ અનુમાનથી આ જગતના પ્રાણુઓના સુખ દુઃખની વિચિત્રતાએ પુણ્ય પાપ અને તે ભોગવવા સ્વર્ગ નરક પણ તેઓએ માનવું જોઈએ. એક રાગી બીજે નરેગી, એક ધનવાન બીજે નિર્ધન, એક રાજા બીજે રંક, એક બુદ્ધિમાન બીજે નિબુદ્ધિ, એક સમૃદ્ધિવાન બીજે દરિદ્ર, એક ઇચ્છિત વસ્તુ મેળવનાર બીજે