________________
ભાવના-શતક. રાખ્યો. પિતાના બીજા છોકરાની સાથે પિતાની સ્ત્રીને પિયર તરફ વિદાય કરી, અને ઘરની માલમીકત આઘી પાછી કરી. જેના પેટમાં વાત ટકી શકે નહિ એવા એક નોકરને બોલાવી તેની પાસે કારભારીએ વાત કરી કે મારાથી એક અઘટિત બનાવ બન્યો છે. રાજાની સંમતિ લઈ રાજકુમારને આપણે ઘેર તેડી લાવ્યા, પણ તેનાં કિંમતી ઘરેણુની લાલચે મારી બુદ્ધિ બગડી તેથી મેં તેને મારી નાંખે. લોભને વશે મેં ભવિષ્યની આપત્તિને વિચાર ન કર્યો પણ હવે મને વિચાર થઈ પડ્યો છે કે રાજાને શું જવાબ આપ ? રાજાએ કુમાર હાથોહાથ અને સંપ્યો એટલે જોખમદારી મારા ઉપર રહી, જેથી આડો અવળો જવાબ આપતાં પણ હું તે સપડાવાનો જ. આ બધી કડાકુટ કરવા કરતાં હું કયાંક સંતાઈ જઉં એ માગું મને ઠીક લાગે છે માટે હું ક્યાંય સંતાઈ જઈશ. તું ખબરદાર રહી મારા ઘરની સંભાળ રાખજે અને રાજાનાં માણસો આવે તે આ છુપો ભેદ પ્રગટ થવા ન દેતાં કંઈ પણ બહાનાં કહાડી ઉત્તર આપજે. એવી રીતે ચાકરને ભલામણ કરી કારભારી ઘેરથી બહાર નીકળી નિત્યમિત્રને ઘેર પહોંચ્યા. કારભારીને એકલા આવતા જોઈ નિત્યમિત્રને વિચાર થયો કે આજે એકલા કેમ ? કેમ કોઈ નોકર ચાકર સાથે નથી ? એટલું જ નહિ પણ કારભારીને ચહેરો તદ્દન બદલાઈ ગયો છે, મુખપર ઉદાસીનતા છવાઈ ગઈ છે, માટે કંઈ પણ અવનો બનાવ બનેલો જણાય છે. નિત્યમિત્ર આમ વિચાર કરે છે તેટલામાં તે કારભારી આવી પહોંચ્યા. નિત્યમિત્રને એક ખાનગી ઓરડામાં લઈ જઈ કારભારી કહેવા લાગ્યા, હે મિત્ર ! આજે મારા ઉપર આફત આવી પડી છે. તેમાં દોષ બીજા કોઈને નથી કિન્તુ મારે પિતાનો જ છે, મારાં નસીબ ફૂટયાં તેથી મને કુબુદ્ધિ સુઝી. રાજાના એકના એક કુમારનું ખૂન મારે હાથે થઈ ગયું. કારભારી વાત આગળ ચલાવે છે તેટલામાં તો નિત્યમિત્ર બોલી ઉઠયો -અરે કારભારી