________________
ધર્મ ભાવના
૩૫૭ દવા બનાવનાર અને આપનાર હકીમ જેમ કાબેલ જોઈએ તેમ ધર્મની સ્થાપનાર અને તેને ઉપદેશ કરનાર પણ પૂર્ણ ગ્યતાવાળા જોઈએ. તેની યોગ્યતા કેવા પ્રકારની જોઈએ તે આ કાવ્યમાં બતાવ્યું છે. પ્રથમ તો રાગદ્વેષ વિનાને અને મધ્યસ્થતટસ્થ જોઈએ. પ્રકાશક-સ્થાપક અને ઉપદેશકમાં રાગદ્વેષ ભર્યો હોય તો તે રાગદ્વેષ તેના બતાવેલા ધર્મમાં દાખલ થયા સિવાય રહે નહિ. જયાં ધર્મમાં રાગદ્વેષની પરિણતિ દાખલ થઈ ત્યાં ધર્મને ટકાવ જ થઈ શકતો નથી, કેમકે ધર્મનું લક્ષ્ય સમાન ભાવ અથવા માધ્ય છે. રાગદ્વેષની પરિણતિ ધર્મને તેના લક્ષ્યસ્થાનમાંથી ચૂકાવી દે છે એટલે ધર્મનું પતન થાય છે, માટે ધર્મના સ્થાપકપ્રકાશક વીતરાગ-રાગદ્વેષરહિત લેવા જોઈએ. પ્રકાશકે રામદેવ વિનાને શુદ્ધ ધર્મ બતાવ્ય હેય પણ પાછળના ઉપદેશક તેમાં રાગદ્વેષરૂપ ઝેર ભેળવી દે તો ફરી ધર્મની તે જ અવદશા થાય, એટલા માટે ઉપદેશકો પણ સર્વથા યા રાગદ્વેષને ચોક્કસ અંશે જીતનાર હોવા જોઈએ. ધર્મના પ્રકાશક દેવ કહેવાય છે અને ધર્મના ઉપદેશક ગુરૂ કહેવાય છે. દેવ અને ગુરૂ એ બે તવ શુદ્ધ હોય તે તેમાંથી ઉતરી આવતું ત્રીજું ધર્મ તત્વ પણ શુદ્ધ રહી શકે. દેવ અને ગુરૂમાં સ્વાર્થવૃત્તિ પણ ન હોવી જોઈએ. સ્વાર્થી માણસથી ધર્મને સત્ય ઉપદેશ આપી શકાય નહિ. જેને પૈસાને સ્વાર્થ હેય તે પૈસાવાળા માણસની રહેમાં દબાઈ જાય છે. માન કે કીર્તિને સ્વાર્થ–લોભ હેય તે સમાજના ઘણાખરા માણસોના દબાણમાં રહે છે તેથી નિઃસ્પૃહપણે તટસ્થતાથી સત્ય ઉપદેશ આપતાં અચકાવું પડે છે. નિસ્વાર્થી અને નિસ્પૃહો પુરૂષ સત્યપદેષ્ટા થઈ શકે છે. વક્તા અને ઉપદેષ્ટાને ત્રીજો ગુણ નિર્મમત્વ છે. મમતા એટલે ખેતી વાતની પકડ અથવા ખોટી વસ્તુઓમાં મારાપણાની માન્યતા. જ્યાં મમતા રહે ત્યાં નિષ્પક્ષપાતપણું રહી શકતું નથી. નિષ્પક્ષપાત વિના મધ્યસ્થતા રહી શકતી નથી અને મધ્યસ્થતા વિના સમાન ભાવ ઉત્પન