________________
એવી ભાવના
૩૭૭ છે. જો કે માણસની માફક પશુઓની સાથે મિત્રતાને દરેક વ્યવહાર થઈ શકતો નથી, તેપણુ અહિ મિત્રતાને અર્થ એટલે છે કે તેમને દુઃખ ન દેવું, સ્વાભાવિક હક્ક છિનવી લેવા નહિં; તેમના ઉપર ક્રોધ કરે નહિ, પરિતાપના ઉપજાવવી નહિ, ભૂખે મારવાં કે વધારે ભાર ભરવો નહિ અને દરેક વખતે તેમની સંભાળ લેવી. પશુ અને પક્ષીઓ પછી વિલેંદ્રિય એટલે બે ઈદ્રિય, ત્રણ ઈદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવન મત્રી ભાવનાના અધિકારમાં સમાવેશ થાય છે. વિકલેંદ્રિય પછી ભૂત અને સર્વ એટલે વનસ્પતિ અને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ પાંચ સ્થાવરેની ઉપર મૈત્રી ભાવનાનું આરોપણ કરવું, અર્થાત તેમનું રક્ષણ કરવું. હિ સુધી પહોંચ્યા પછી મૈત્રીની પરિપૂર્ણતા થાય છે. ગૃહમંત્રીથી ત્રિીની શરૂઆત અને જગન્માત્રીમાં મૈત્રીની સમાપ્તિ થાય છે. (૩)
મિત્રીવૃદ્ધિનું કારણ આત્માની વિશુદ્ધિ એ મૈત્રીનું કારણ છે, અર્થાત જેમ જેમ આત્માની વિશુદ્ધિ થાય છે તેમ તેમ મૈત્રીની વૃદ્ધિ થતી આવે છે. મિત્રીવહિ એ એક આત્માનો મહાન ગુણ છે અને તે આત્માની વિશુદ્ધિ પ્રયોજય છે. જ્યારે આત્માની પૂરેપૂરી ખીલવણી–સર્વથા વિશુદ્ધિ થાય છે, આવરણ માત્રને ક્ષય થાય છે ત્યારે તે માણસની મૈત્રી ભાવના ત્રણ જગતને વ્યાપીને રહે છે, અર્થાત જગતમાંનાં સર્વ પ્રાણુઓને પિતાની મૈત્રી ભાવનાની કોટિમાં સમાવે છે. (૪)
શા માટે ત્રિીને ઉછેદ ન કરે ? આ જગતમાં કોઈ પણ પ્રાણી પરાયો હોય, આપણે પિતાને ન હોય તે તેની સાથે કદાચ મૈત્રી ન રખાય તો પણ ચાલે, પણ આ જગમાં એ કોઈ પ્રાણું નથી કે જેની સાથે પુત્ર-પિતા, સ્ત્રી-પતિ, ભાઈભાઈનો સંબંધ બાંધ્યો ન હોય, અથાત્ એકંદર