________________
ભાવના-શતક
પણ તેમાં તેમને શું નુકસાન થાય છે તે તેમની આખી જુવાની પૂરી થતાં સુધી–અને તેમને માટે આગળ વધીને કહીએ તો તેમની પુંજી પૂરી થતાં સુધી તેમને ખબર પડતી નથી. પણ જ્યારે જુવાની જશે, હામ દામ અને ઠામ હારશે, વૃદ્ધાવસ્થા આવશે, સંપૂર્ણ અશક્તપણું જણાશે, ત્યારે જ પોતાની ભૂલને પસ્તાવો થયા વિના રહેનાર નથી; પણ “પછીથી હાથ ઘચ્ચે શું થાય?” એ કહેવત અનુસાર હાલ જ વિવેક લાવોને આત્મહિત આદરે તો પછીથી પસ્તાવો કરવાનું જરા પણ કારણ રહે નહિ. માટે જ્યાં સુધી જુવાની કાયમ છે, વૃદ્ધાવસ્થા આવી નથી, રોગો ઉત્પન્ન થયા નથી, કાળે ઘેરો ઘાલ્યો નથી અર્થાત મૃત્યુ આવ્યું નથી, લક્ષ્મી અને પરિજન ઉપર સ્વતંત્ર કાબુ છે, શરીરમાં શક્તિ છે, ત્યાં સુધી આત્મકાર્ય કરી લેવું એ જ માણસ માત્રનું કર્તવ્ય છે, કારણ કે જુવાની ગયા પછી હાથમાં લાકડી આવે છે, કમ્મરમાંથી નમી જવાય છે અને લોકો તેમના બુઢાપાની મશ્કરી કરે છે. કોઈ કહે છે કે –“ કાકા કેમ ઉંધા પડી પડીને ચાલો છે?” ત્યારે બીજે તેના જવાબમાં વક્રોક્તિ કરે છે કે –“ તેમનો જુવાની ખેવાઈ ગઈ છે, તે શોધવા માટે ઉંધા પડી પડીને ચાલે છે.” વળી વૃદ્ધાવસ્થામાં આંખો જાય ને અંધાપો આવે તે પણ આ જમાનાના વક્ર લોકેને કંઈ દયા આવતી નથી તે તો જુવાનીના મદમાં દીવાના બનેલા–તેની પણ મશ્કરી કર્યા વિના રહેતા નથી. તેને એક નહાને દાખલો નીચે મુજબ છે.
દષ્ટાંત–એક ગરીબ આંધળા ડોસે એક ગલીમાં ભીખ માંગતો હતો તેને જોઈને એક છોકરે પૂછયું કે “સા ! આમ કયાં જશે?” ડેસે જવાબ આપ્યો કે-“ભૂખ્યો છું તેથી ભીખ માંગવા જાઉં છું.” ત્યારે છોકરો બોલ્યો કે, “લ્યો આ મારી પાસે શીરે છે તે આપું.” એમ કહી થોડેક કાદવ તે