________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬) શુદ્ધ બુદ્ધિવાળે ધ્યાતા ધ્યાન કરવા લાયક છે. હવે દયેય કેવું રાખવું જોઈએ તે જણાવે છે. पिंडस्थं च पदस्थं च, रूपस्थं रूपवर्जितम् । चतुर्धा ध्येयमाम्नातं, ध्यानस्याऽऽलंबनं बुधैः ॥ ८॥
અર્થ-પિંડસ્થ, પદ, રૂપરથ તથા રૂપાતીત એમ ચાર પ્રકારના ધ્યાનનું અવલંબન રૂપ જે દયેય છે. તેને ધ્યાનમાં આલંબનરૂપે જ્ઞાની પુરૂષે માનેલું છે. પિંડથ દયાનમાં વિચાર કરવાનું ધ્યેય “ આત્મા કર્મના મેગે શરીરરૂપ પિંડમાં રહ્યો છે. આ શરીરના પાંચ ભેદ છે.
ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ, કાર્મણ આ પાંચ પ્રકારના શરીરમાં રહેલા આત્માને જરા પણ સાચી શાંતિ નથી મળતી માટે શરીરરૂપ પિંડમાં રહેલા પિતાના આત્માને નિર્મળ કરવા માટે આત્મધ્યાનમાં લક્ષ રાખીને પર-પુદ્ગલ પરવસ્તુ ઉપર થતા રાગદ્વેષને ક્ષય કરવો જોઈએ. શરીરમાં રહેલે આત્મા શરીરથી ભિન્ન છે એવી ભાવના ભાવવી જોઈએ. આત્મા સત્તાથી પરમાત્માસ્વરૂપ હોવા છતાં પણ કમલથી બંધાયેલા હિોવાથી પરમાત્માની દશાને પામી શકતો નથી, પણ જ્યારે કર્મમલને દૂર કરે છે ત્યારે પરમાત્મા થઈને અપૂર્વ આનંદ ભગવે છે તેથી હું આત્મા કર્મથી બંધાએલા શરીર, ઈદ્રિયે, મન વિગેરે પુદ્ગલથી ભિન્ન છું, મારે હવે તે પુગલને સંબંધ રાખ નથી એમ ધ્યાન કરતાં વિચારવાનું છે. જ્યાં જ્યાં શરીર દેખાય છે ત્યાં ત્યાં આત્મા
For Private And Personal Use Only