________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૩).
હોવા છતાં અનેક વસ્તુને અનેક રૂપે અવકાશ સ્થાન આપતું હોવાથી અનેક તથા સંગ વિયેગરૂપ કાર્યનું કરવાપણું હોવાથી અનિત્યત્વ પણ લાગુ પડે છે તેથી એકપરિણામત્વ સિદ્ધ થતું નથી તેવી જ રીતે આત્મામાં પણ અનેક પરિણામત્વ કાયમ રહે છે. ૪–૧૪ सूत्रं-वस्तुसाम्ये चित्तभेदात्तयोविभक्तः पन्थाः ।। ४-१५ ॥
ભાવાર્થઆ જગતમાં સર્વ પુદ્ગલવતુ, પુદ્ગલ પરમાણુઓના સંબંધે કરીને જ પ્રગટ થાય છે. તે પુગેલે સરખા તથા ભિન્ન ભિન્ન પ્રકારના આકારને ગુણ ક્રિયામય પરિણામને ધારણ કરે છે. તેમાં સામ્યતા–સરખા પરિણામની પરંપરા હેવા છતાં પણ દરેક આત્માઓમાં ચિત્ત–મનનીપરિણતિઓ-રુચિઓ સમયે સમયે બદલાતી હોવાના કારણે જ્ઞાન તથા રેયનું પરિણામીપણું જુદું જુદું જાણવું; કારણ કે જેમ વસ્તુ-જડ-પદાર્થોમાં પરિણતી–પલટાવાપણું અનુભવાય છે, તેમ આત્મામાં પણ સ્વભાવદશામાં તથા વિભાવદશામાં ગુણપર્યાયની અપેક્ષાથી પરિણમીપણું સદા રહેલું છે જ. પરમ ગુરુદેવ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરિવર આત્મશુધે પગ ગ્રંથમાં જણાવે છે કે
वैभाविकपरिणामाद्-भिन्नो निजाऽऽन्मनि स्फुटम् । स्वभाविकपरिणामः, शुद्धोपयोग उच्यते ? ॥१॥ वैभाविकपरिणामाद-भिन्नस्वाभाविकाऽऽत्मनि । उपयोगपरिणाम, कुरुष्व भव्यचेतन ? । २ ॥
For Private And Personal Use Only