________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] તીર્થનું રક્ષણ કરે છે; માટે તીર્થ-વિચછેદને દેષ ન જ લાગ જોઈએ. આ શંકાને ઉત્તર દૃષ્ટાંત આપીને વસ્તુ તત્ત્વ સમજાવે છે. જેમકે-એક માણસ પોતાનું આયુષ પૂર્ણ થવાથી મરણ પામે અને બીજે માણસ શત્રુથી થયેલા વધ બંધનથી મરણ પામે, તે બંનેમાં વિશેષપણું શું નથી? અર્થાત્ છે જ. આયુષ્ય પૂર્ણ થવાથી સ્વાભાવિક જે મરણ પામે છે તે માણસ પોતાના શુભાશુભ કર્મને લીધે મરણ પામે છે, તે બીજાના ખોટા આશયને નિમિત્ત બનતું નથી, અને બીજી રીતે મરનાર વ્યક્તિ પોતાના કર્મ ઉપરાંત મારનારને દુષ્ટ અધ્યવસાય પણ નિમિત્ત બને છે. તેમજ તે મારનાર પણ પિતે દુષ્ટ કર્મબંધનને નિમિત્ત બને છે. તે જ પ્રમાણે અહીંયાં જીવ પિતાની મેળે જ કિયા અનુષ્ઠાન ન કરે અને ધર્મ સંબંધી વચન ન સાંભળે તેમાં ગુરૂ નિમિત્ત કારણ બનતા નથી તેથી તેઓ દેષને પાત્ર નથી, પરંતુ તે ગુરૂઓએ અવિધિથી ધર્માનુષ્ઠાનને ઉપદેશ આપ્યો હોય તેને અનુસરીને સાંભળનારા
અવિધિથી ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેમની ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરવાના અશુભ પરિણામે થવાથી તેને ઉપદેશ કરતા ગુરૂઓ મહાનું દુષપાત્ર થાય છે, એમ અવશ્ય સમજવું. અહીં શ્રુતકેવલીનાં વચન આ પ્રમાણે જણાવે છે.
"जह सरणमुवगयाणं, जीवाणसिरो निम्तिए जोउ।
एवं आयरियो विहु, उस्सुत्तं पण्णवेतो य ॥१॥ छाया-यथा शरणमुपगतानां, जीवानां शिरो निकृन्तति यस्तु।
एवमाचार्योऽपि खल्त्सूत्रं प्रज्ञापयंश्च ॥१॥
For Private And Personal Use Only