Book Title: Yoganubhavsukhsagar
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 441
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૩ ] જણાવ્યું છે માટે શુદ્ધકિયા અનુષ્ઠાનમાં રસ લેનાર ભવ્યાત્માઓએ સંવિગ્નપુરૂષોએ આચરેલ જીત–આચાર કલપને અનુસરીને ચાલવું એવી પરમેશ્વર જિનરાજની આજ્ઞા છે. ૪-પ-૬-૭-૮. આ પ્રમાણ જ્ઞાનસારમાં જણાવ્યું છે માટે શાસ્ત્રાનુસારે ગીતા જે આજ્ઞા કરે તે પ્રમાણે ચાલવું. પુનઃ એક શંકા થાય છે કે–સર્વ પ્રકારના આદર બહુમાનપૂર્વક ક્રિયા કરવી એ વાતને તમે પૂરેપૂરો પક્ષ કરે છે, તે હારે જણાવવું જોઈએ કે કિયા નહીં કરનાર પ્રાયશ્ચિત્ત જણાવે છે તેનું કેમ ? તે ગાથા આ પ્રમાણે છે अविहिकया वरमकयं,असूयवयणं भणंति सव्वन्नू । पायच्छित्तं जम्हा, अकए गुरुयं कए लहुअं ॥ १॥ छाया-अविधिकृताद्वरमकृत-मसूत्रवचनं भणन्ति सर्वज्ञाः । प्रायश्चित्तं यस्मा-दकृते गुरुकं कृते लघुकम् ॥ १॥ અર્થ—અવિધિથી કરવા કરતાં નહિ કરવું તે શ્રેષ્ઠ છે એમ કહેવું તે સૂત્ર વિરૂદ્ધ વચન છે એમ સર્વજ્ઞ પુરૂષો જણાવે છે. વળી તેઓ કહે છે કે- જે ધર્મક્રિયા કિંચિત્માત્ર પણ કરતા નથી તેને મહાન પ્રાયશ્ચિત્ત છે અને જે અવિધિથી કરે છે તેને લધુ થોડું પ્રાયશ્ચિત્ત લાગે છે. એના ઉત્તરમાં કહે છે કે-એ વચનનો આશય અવિધિની પ્રવૃત્તિની સ્થાપના (સિદ્ધિ) કરવા માટે નથી, પરંતુ વિધિપૂર્વક પ્રવૃત્તિ કરાવવા માટે છે. તેમાં અનાભોગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469