________________
શારદા રત્ન
કર્મો ખપાવવા કરેલી તૈયારી : ભગવાન પાસેથી પિતાને પૂર્વભવ સાંભળીને ઢઢણમુનિએ પૂર્વકૃત કર્મોને ખપાવવા ભગવાન પાસે અભિગ્રહ કર્યો કે મને મારી લબ્ધિથી પ્રાપ્ત થયેલ ભિક્ષા વાપરવી પણ બીજાની લબ્ધિથી પ્રાપ્ત થયેલ ગૌચરી માટે વાપરવી નહિ. ઢઢણ મુનિ જ ગૌચરી જાય છે પણ કઈ આહાર વહેરાવતું નથી. કેઈ તેમને તિરસ્કાર કરે, નિંદા કરે, પણ તેમને આત્મા તે બધું સમભાવે સહન કરે છે. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ કરતા નથી. તે કોઈને દોષ દેતા નથી. પોતાના કર્મોને દોષ આપે છે. તે છવ! તે હસી હસીને કર્મો બાંધ્યા છે તે હવે જોગવતા પણ શા માટે રડવું જોઈએ? ખૂબ હર્ષથી અને પ્રેમથી સમભાવે કર્મોને ભેગવે છે. ગૌચરી નથી મળતી તે પણ મનમાં ખેદ નથી કે લોકો પ્રત્યે દ્વેષભાવ નથી. આમ કરતાં છ મહિના જેટલો સમય થઈ ગયો. - કૃણુજીએ ભગવાનને કરેલા પ્રશ્ન : એકવાર ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ નેમનાથ ભગવાનને વંદન કરવા ગયા. ઉત્કૃષ્ટભાવે વંદન કર્યા પછી પૂછે છે, હે મારા ત્રિલોકનાથ ભગવાન! આપના અઢાર હજાર સંતે છે તેમાં કટીવાળું મહાદુષ્કર ચારિત્ર પાળનાર કોણ ભાગ્યશાળી સંત છે? ભગવાને કહ્યું-કૃષ્ણ–વાસુદેવ! મારા અઢાર હજાર સંતમાં દુષ્કર ચારિત્ર પાળનાર માટે શિષ્ય અને સંસાર પક્ષે તમારા વહાલસોયો દીકરો ઢંઢણુ મુન છે. ભગવાન ! આપના બધા સંત મેક્ષના મોતી સમાન છે. બધા ચારિત્રની સુંદર, રાધના કરે છે, છતાં આપ શાથી કહે છે કે ઢંઢણ મુનિ દુષ્કર સંયમના પાળનાર છે? ત્યારે ભગવાને કહ્યું કે સાંભળે. આ ઢંઢણ મુનિ ગૌચરી માટે ગામમાં ફરે છે ત્યારે તેમના આગમન માત્રથી લોકોને તેમના પ્રત્યે નફરત થાય છે. કોઈ ગૌચરી પાણી તે વહેરાવતું નથી પણ તેના બદલે કટુ શબ્દોના પ્રહાર પડે છે. તે ગૌચરી જાય ત્યારે જેવાં ઘરમાં દાખલ થાય કે લોકો બોલે છે. બહાર નીકળો... અહીં શા માટે આવ્યા છે ? આ ગંદા વસ્ત્રધારી ! ઓ મુંડીયા ! તે તો મને અપશુકન કર્યા વગેરે અનેક તર્જનાભર્યા વા સંભળાવે છે. આક્રોશ વચનના પરિષહને સમતા ભાવે સહન કરે છે. તે સમભાવમાં રમણતા કરે છે, પણ કેઈ પ્રત્યે ક્રોધ કરતા નથી. આવા કઠોર વાકયે તેમને કમળ લાગે છે. કર્ણમાં અમૃતપાન સમા લાગે છે. જાણે કેઈ તેમને મીઠા શબ્દોથી આવકારતા હોય તેવા લાગે છે. આથી કહું છું કે ઢંઢણમુનિ મહાન દુષ્કર ચારિત્રની સાધના કરનાર છે, - ભગવાન પાસેથી આ વાત સાંભળીને કૃષ્ણવાસુદેવને ખૂબ આનંદ થયો. ધન્ય છે ધન્ય છે એ મુનિવરને ! તેમને મારા કોટી કોટી વંદન. હું તેમની પાસે જઈ વંદન નમસ્કાર કરી સુખશાતા પૂછું, પણ ખબર પડી કે તેઓ તે ગૌચરી ગયા છે, એટલે ભગવાન પાસેથી ઉઠીને કૃષ્ણવાસુસુનિને શોધવા નીકળ્યા. રસ્તામાં તેમને મુનિ મળી ગયા. મુનિને જોતા જ તેમના સાડા ત્રણ ક્રોડ મરાય ખડા થઈ ગયા. તે હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરી ગયા ને મુનિના ચરણમાં પડી ઉત્કૃષ્ટભાવે વંદન કર્યા. આ દશ્ય નજીકમાં રહેતા ડોશીમાએ જોયું. તેના મનમાં થયું કે અહ ! જેના ચરણમાં કૃષ્ણવાસુદેવ નમે છે, માટે એ કોઈ