________________
૫૮૧
શારદા રત્ન વાંક ગુને? રાજન! કંઈ વાંક ગુને નહિ, પણું મારાથી ભિખારીને ત્યાં શહી શકાય નહિ કે જમી શકાય નહિ. મહાત્માની ગૂઢ વાત રાજા સમજી શક્યા નહિ. તેમણે પૂછયું-કેણ ભિખારી ? રાજા ! તમે પોતે ભિખારી છે. મહાત્મા ! મારે ત્યાં તે આટલી બધી સંપત્તિ છે, છતાં આપ મને ભિખારી કેમ કહો છો? કેવી વિચિત્ર વાત કરે છે! મહાત્માએ કહ્યું–રાજા ! તમારી પાસે અઢળક સંપત્તિ છે, ભંડારે ભરપૂર ભર્યા છે, છતાં દરરોજ સવારે પ્રભુ પાસે સંપત્તિની ભીખ માંગે છે ? તમારી તૃષ્ણાને કઈ અંત નથી. આટલી સંપત્તિથી સંતોષ ન થયો તે પ્રભુ પાસે ધનની ભીખ માંગો છે? એક ગરીબ ભિખારી જેમ રોટલાની ભીખ માંગે તેમ તું પ્રભુ પાસે પૈસાની ભીખ માંગે છે તે તું ભિખારી નહિ તે શું? મારાથી કઈ ભિખારીને ત્યાં રહેવાય નહિ. એટલું કહીને સંન્યાસી તે મહેલ છોડીને જંગલમાં ચાલ્યા ગયા, પણ જતી વખતે એક નાને ટૂંકે ઉપદેશ આપતા ગયા કે, હે રાજા! આ સંસારમાં તૃષ્ણાવંત માનવી દરિદ્ર ગણાય છે. લાભથી તૃષ્ણ દિનપ્રતિદિન વધતી જાય છે, માટે તૃષ્ણાના ત્યાગમાં શ્રેય રહેલું છે. સંન્યાસીના ઉપદેશથી રાજાની આંખ ઉઘડી ગઈ. પોતાની ભૂલનું ભાન થઈ ગયું ને લકમીનો સદુ વ્યય કરવા લાગ્યા. કહેવાનો આશય એ છે કે આટલી સંપત્તિ હોવા છતાં પરિગ્રહના કારણે વધુ ધન મેળવવાની અશાંતિની આગમાં રાજા જલતે હતો. પરિગ્રહ એ મોટું પાપ છે. નમિરાજા અને ચંદ્રયશ વચ્ચે સંગ્રામ થવાનું કેઈ કારણ હોય તે તે પરિગ્રહ છે. પરિગ્રહ શું નથી કરાવતે? એક હાથી માટે બંને રાજાઓ લડવા તૈયાર થયા. નમિરાજાએ પોતાના લશ્કરને કહ્યું–ચંદ્રયશ કાયર છે. જે તે બળવાન હોય તે સામી છાતીએ લડવા ન આવે કે કિલ્લા પરથી લડવા તૈયાર થાય? તમે બધા શૂર, વીર, ધીર છે, માટે તેમને સામને કરજે પણ મારી એક વાત યાદ રાખજો.
યુદ્ધ કરવું તે ન્યાયથી જ -આપણે અપરાધ આ નગરના રાજાએ કર્યો છે, પ્રજાએ નથી કર્યો, તેથી આપણે વર રાજા સાથે છે, પ્રજા સાથે નહિ. તેમની પ્રજા એ આપણી પ્રજા છે. પ્રજાને અપરાધ નથી માટે દંડ પ્રજાને નહિ પણ રાજાને આપવાને છે. પ્રજાને માટે જેમ તે રાજા છે તેમ હું પણ રાજા છું, માટે એમની પ્રજા એ આપણુ પ્રજા છે એમ માનીને તેને કઈ પ્રકારનું દુઃખ આપવું નહિ, રાજા જે યુદ્ધ કરે છે તે પ્રજાની રક્ષા માટે કરે છે, પ્રજા કંઈ યુદ્ધ કરવા માટે કહેતી નથી, છતાં રાજા યુદ્ધ કરવાનું જરૂરી માની યુદ્ધ કરે છે. આ સ્થિતિમાં પ્રજાના પ્રાણની કે ધનની હાનિ કરવી એ એગ્ય નથી, માટે આપ પ્રજાના પ્રાણ કે ધનને કંઈ નુકશાન ન થાય તે ખાસ ધ્યાન રાખજે. તે પ્રજાનું ધન તમારે મન પથ્થર સમાન હોવું જોઈએ, તેમની સુંદરીઓ તમારે મન માતા અને બહેન સમાન ગણવી જોઈએ, માણસાઈથી વિરૂદ્ધ જશે નહિ. તમારે વ્યવહાર જોઈને તે લોકો એમ કહે કે નમિરાજાના સૈનિકે કેવા વીર છે ! સૈનિકોના હૃદયમાં પણ દયા અને નીતિનો વાસ હોઈ શકે છે. આ વાતને તમે આ યુદ્ધમાં સિદ્ધ કરી બતાવજો. તમારી વીરતા અને દયાને પરિચય આપી મારા સૈનિક તરીકે નામના