________________
શારદા રત્ન
૬૧૭
પ્રાણ સમાન પ્રિય માનું. આ પ્રમાણે નમિરાજ અને પ્રજા વચ્ચે વાતચીત થયા પછી નમિરાજે રાજ્ય સ્વીકાર્યું. ચંદ્રયશે કહ્યું, હું મારા લઘુબંધુ નમિરાજને મારો તાજ પહેરાવું છું, એમ કહીને આશિષ આપીને નમિરાજનો રાજ્યાભિષેક કર્યો. પ્રજાજનેએ ચંદ્રયશ મહારાજની જય અને સાથે નમિરાજ મહારાજાનો જયજયકાર બોલાવ્યો.
નમિરાજાનો રાજ્યાભિષેક કરી ચંદ્રયશ દીક્ષા લેવા તૈયાર થયા. ચંદ્રયશને પાંચ પત્નીઓ હતી, તેથી ચંદ્રયશ તેમની પત્નીઓ પાસે ગયા ને કહ્યું–જો તમે પાંચે મારી પ્રિય પત્નીઓ હો તો મને આજ્ઞા આપો. હું સંયમ માર્ગે જઈને મારા આત્માનું કલ્યાણ કરું. પત્નીઓએ પતિ સાથે ઘણી ચર્ચા કરી, પછી છેવટે તેમણે કહ્યું-મહારાજા! આપના વિચાર ઘણું ઉત્તમ છે, પણ આપ અમને એક વચન આપો. ચંદ્રયશના મનમાં થયું કે શું વચન માંગશે? તમે કહો તે ખરા. પત્નીઓએ કહ્યું, હવે અમને રાજસુખને મેહ નથી. અમારા હૈયામાં સત્તા કે સંપત્તિની કઈ ભૂખ નથી. આપ જ્યારે સંસાર ત્યાગીને દીક્ષા લો તે દિવસે અમે પાંચે બહેનો પણ સંસાર ત્યાગ કરીએ એવી ભાવના છે. અમારી આ ભાવનાને સાકાર બનાવો તો આપને અમારી આજ્ઞા છે. પતિની પાછળ પાંચે પત્નીએ દીક્ષા લેવા તૈયાર થઈ. જેને આત્માના આનંદને, આત્માની સમજણને સાચો પારસમણું મળી જાય તે કાચના ટુકડા સમાન સંસારના સુખમાં રાચે ખરા? ના.
એક વખત એક અવધૂત યોગી ગામ બહાર નદી કાંઠે પધાર્યા. તે નાની ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. તે ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે કથાઓ કહીને પિતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો. આ બ્રાહ્મણ ખૂબ પવિત્ર હતા. સમય પસાર થતાં એક દિવસ એવો આવ્યો કે કુટુંબ નિર્વાહ કેવી રીતે કરે? તેના માથે કેટલુંક દેવું થઈ ગયું હતું. હવે શું કરવું? તે ખૂબ મૂંઝાવા લાગ્યો. છેવટે તેને યાદ આવ્યું કે ગામ બહાર એક અવધૂત યોગી પધાર્યા છે. હું તેમની પાસે જાઉં. બ્રાહ્મણે તે ગી પાસે જઈને વાત કરી. યોગીએ આંખ ખોલીને તેના સામું જોયું ને કહ્યું, ભાઈ! તારી આવી કરૂણ કથની સાંભળીને મને દુઃખ થાય છે, પણ મારી પાસે અત્યારે તરપણી સિવાય કાંઈ નથી. રોજ ૧૨ વાગે ગામમાં ભિક્ષા લેવા જઉં છું. આવીને જમું, પછી બીજે દિવસે જમું છું. અત્યારે તમને કાંઈ મદદ કરી શકું તેમ નથી. નથી મારી પાસે દ્રવ્ય કે નથી મારી પાસે ધન. હું તો સંસારનો ત્યાગ કરીને નીકળી ગયો છું. ગરીબ બ્રાહ્મણ નિરાશ થઈને ચાલ્યો ગયો.
નિસ્પૃહી મહાત્મા : યેગીના મનમાં થયું કે બિચારો ત્રણ ત્રણ દિવસનો ભૂખ્યો હતે. તે કંઈક આશાથી મારી પાસે આવ્યો હતો, પણ મારી પાસે કંઈ હતું નહિ, તેથી નિરાશ થઈને તે પાછો ગયો. યોગીની આંખમાં આંસુ આવી ગયા. સામે ખેતરમાં ખેતર ખેડતો ખેડૂત આ બધું દશ્ય જોતે હતો. બ્રાહ્મણ થોડે દૂર ગયે. ત્યાં ભેગીને કંઈક યાદ આવતા તેને બૂમ પાડીને પાછા બોલાવ્યો. શું છે બાપુ ? મારી ભૂલ થઈ ગઈ કે મેં તને કહ્યું કે મારી પાસે કંઈ નથી, પણ તારા ગયા પછી મને યાદ આવ્યું.