________________
શારદા રત્ન
ત, ૩૮૩ અધર્મની ટેવ પડી ગઈ છે. અફીણના વ્યસનીને મીઠા પકવાન મળવા છતાં તેનું ધ્યાન અક્ષણ તરફ જાય છે તેવી રીતે જીવને આરંભ, પરિગ્રહ, વિષય, કષાયની કુટેવ પડી ગઈ છે. સમજણ હોય કે ન હોય પણ આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય આ ચાર વસ્તુ ગળે વળગેલી છે. છકાયનું જ્ઞાન મેળવવું, પૃથ્વીકાયાદિને જીવ તરીકે માનવા અને દરેકને બચાવ કરવો એવું જ્ઞાન જીવને ટકતું નથી. આરંભની બુદ્ધિને પાછી હઠાવવી અને છકાયના જીવોનું રક્ષણ કરવું એ બુદ્ધિ આવવી, જીવને ઘણી મુશ્કેલ છે.
પરિગ્રહ તે નાના બાળકને પણ કેટલે પ્રિય છે! એક વર્ષના બાળકે હાથમાં જે રૂપિયો પકડ્યો છે તે છોડાવવો મુશ્કેલ થઈ પડે છે. તેના હાથમાંથી લેવા જાવ તે રડે, લાત મારે ને કાંઈક કરે પણ જે તેના હાથમાં રહેવા દીધો ને કલાક બે કલાક સુધી ઉંઘતો હોય તે સમયે કઈ લઈ લે તે તેને એ ખબર પડતી નથી, અને ઉંઘમાંથી જાગે એટલે તે રૂપિયાને ભૂલી જાય છે. અરે! ઉંઘમાં પહેરેલા દાગીના કાઢી લો તે પણ તેને ખબર પડતી નથી, તેવી રીતે પરિગ્રહ સંજ્ઞામાં પડેલો જીવ હાથમાં આવેલી ચીજને છોડતું નથી, અને ઉંઘમાં ઉંઘતો હોય ત્યારે તેની વસ્તુ જાય તે ખબર પડતી નથી. તે વસ્તુને કણ ઉપયોગ કરે છે તેની તેને દરકાર હોતી નથી. આપણે બધા ગયા ભવમાં કંઈ ત્યાગી હતા એવું નથી, હતા તે સંસારી. તે ભવમાં બાપદાદાની મળેલી ચીજે ક્યાં મૂકી, કોણે લીધી? તેનો અત્યારે ખ્યાલ છે? ના. અનંતકાળથી જીવ રમા અને રામામાં રમણતા કરી રહ્યો છે તેથી આ મેળવું, તે મેળવું, આ બાચકા ભરવાનું છોડ્યું નથી, ત્યાં સુધી નિસ્પૃહ દશા આવતી નથી.
સ્પૃહાની દશા છે ત્યાં સુધી દરેકના મુખ સાચવવા પડે છે. એક રાજાને દિવાન હતો. તેને રાજાએ કહ્યું કે આજે રાજ્ય સંબંધી કામકાજ છે, માટે આપ રાત્રે આવજે. રાજાની આજ્ઞા પ્રમાણે રાત્રે નવ વાગે દિવાન આવ્યો. રાજા અને દિવાન બંને ડીવાર ધ્યાનમાં બેઠા. અડધો કલાક થયો એટલે અંતેઉરમાં ખાસ કામ હોવાથી દાસી રાજાને બેલાવવા આવી. રાજાને ગયા સિવાય ચાલે તેમ ન હતું, એટલે દિવાનને કહ્યું, આપ થોડીવાર બેસો. હું આવું છું. રાજા ગયા. ત્યાં રાણીઓની ભાંજગડ ચાલતી હતી. તે ભાંજગડ ખૂબ લાંબી ચાલી. એટલામાં રાજાને ઉંઘ આવી. ત્યાં ને ત્યાં રાજા સૂઈ ગયા. રાણીઓ પોતપોતાને ઠેકાણે ગઈ. આ બાજુ મોડી રાત થવાથી દિવાનને પણ ઉંઘ આવવા લાગી, પણ તે રાજાની રાહ જોઈને બેઠા છે, બેઠા બેઠા ઝોકાં ખાય છે. એમ કરતાં રાત પૂરી થઈ. સવારના સાડાપાંચ થયા. રાજા જાગી ગયા. તેમને યાદ આવ્યું કે હું તે દિવાનને બેસાડીને આવ્યો છું. તે તો મારા ધ્યાનમાં ન રહ્યું. રાજા જઈને જુએ છે તે દિવાન બેઠેલા છે. રાજા કહે દિવાન! હજુ સુધી તમે બેસી રહ્યા છો? તમે મને બેસવાનું કહ્યું હતું એટલે બેસી રહ્યો છું, પછી રાજાએ જે વાત કરવાની હતી તે કરી. દિવાનજી ઘેર ગયા.
દિવાનજી મનમાં વિચાર કરે છે, કે શા માટે મારે આખી રાત બેસી રહેવું પડ્યું ? આ રાજા મારા પર તુષ્માન થાય તે ધનમાં વધારો કરી આપે અને રૂઠે તે જે છે તે પણ