________________
કિશોરી હતા. તે સમયે મથુરાના રાજા ઉગ્રસેન હતા અને સૌરીપુરમાં સમુદ્રવિજય નામે રાજા હતા. તેઓ નવ ભાઈ હતા. બધામાં મોટા ઉગ્રસેન રાજા હતા. સૌથી નાનાવસુદેવ હતા. તે સૌરીપુરમાં પિતાના મોટાભાઈ પાસે રહેતા હતા. ક્યારેક મથુરામાં આવતા જતા. ઉગ્રસેનની દીકરી દેવકીને વસુદેવ સાથે પરણાવી હતી.
ઉગ્રસેન રાજાને પુત્ર કંસ નાનપણથી અનીતિમાન અને અત્યાચારી હતું. સાધુસંતને કટ્ટર શત્રુ હતો. તે સમયે પ્રતિ વાસુદેવ જરાસંઘ હતે. કંસ મોટે થતાં મહાન બળવાન દ્ધો બન્યો. તેને બળ પરાક્રમની ખ્યાતિ સાંભળીને જરાસંઘે પોતાની દીકરી જીવ શાને તેની સાથે પરણાવી. લગ્ન સમયે જરાસંધે પોતાના જમાઈ કંસને ખુશી કરવા માટે કહ્યું. હું આજે ત્રણ ખંડને એક છત્રી રાજા છું. બળ અને પુરુષાર્થને ધણું છું. સમસ્ત માંડલિક રાજાઓ મારા ઈશારા પર ચાલે છે, માટે આપ આજે જ દાયજામાં જે ઈચ્છા હોય તે માંગી લે. હું તમારી ઈચ્છા જરૂર પુરી કરીશ, ત્યારે કંસે કહ્યું, મારે બીજુ કાંઈ જોઈતું નથી. મને એક ઈરછા છે કે હું મથુરાને રાજા બનું. જરાસંઘે કહ્યું મથુરાનું રાજ્ય તો તમારા પિતાની પાસે છે. તમારા પિતાની સંપત્તિ એ તમારી છે. બીજી . કે વસ્તુ અથવા કોઈ મોટું રાજ્ય માંગે. આ સાંભળીને કંસને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, મથુરાનું રાજ્ય મારા પિતાના મૃત્યુ પછી તો મળશે પરંતુ હું તે અત્યારે મથુરાને રાજા બનવા ઈચ્છું છું, માટે જે આપને કંઈક આપવું છે તે એ આપો અને તે માટે ઉપાય કરો. જરાસંઘને જમાઈ કંસને અપ્રસન્ન કરવા એ સારું ન લાગ્યું. તેણે કસે કહ્યું હતું તે પ્રમાણે ફરમાન લખી દીધું. કંસ પોતાની પત્ની છવયશાને લઈને મથુરા ગયો. કંસે મથુરા જઈને પિતાના પિતાની સાથે ખરાબ વર્તન કરવા માંડ્યું અને પરિણામે એક દિવસ તેમને રાજગાદી ઉપરથી ઉઠાડીને પોતે રાજા બની ગયો. એટલેથી અટકયું નહિ, તેણે પોતાના પૂજનીય પિતાને પિંજરામાં પૂર્યા અને તે પિંજરું રાજમહેલના દરવાજે રખાવ્યું. કેટલો અન્યાય ! અત્યાચાર ! એક રાજ્યના લેભે પિતાની આ દશા કરી!
કંસે પોતાના પિતાની આવી દુર્દશા કરી છે એ જોઈને લોકે કંસના ઘર અત્યાચાર અને પિતૃદ્રોહની નિંદા કરવા લાગ્યા, કંસને અત્યાચાર ખૂબ વધવાથી કંઈક લોકે તે નગર છોડીને જવાનો વિચાર કરવા લાગ્યા. પણ કંસની બીક એટલી બધી કે કોઈ ખસી શકે તેમ ન હતું. બધા વિચાર કરવા લાગ્યા કે જે કંસ પોતાના બાપ ન થયો તે કે સગો થશે ? જેણે પોતાના પિતા સાથે આવો નિંદનીય અને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કર્યો તે પોતાની પ્રજાની સાથે આવો નિર્દય વ્યવહાર કરે એમાં આશ્ચર્ય શું છે ! કંસના મનમાં અહંકારની માત્રા દિવસે દિવસે વધતી જતી હતી. એક તે પિતાના સસરાનું જબર્દસ્ત રાજ્ય, બળ અને પરાક્રમને ન હતું. તેમાં અવિવેક, યૌવન, પ્રભુતા અને ધનને નશે વિશેષ ચઢી ગયો. સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે,
यौवन धन संपत्तिः प्रभुत्वमविवेकिता। एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ॥