________________
શારદા રત્ન
૧૭૭
માણસા એક પાપને ઢાંકવા અનેક પાપા કરે છે, પણ જ્યારે કર્માંના વિપાક—ફળ લાગવવા પડશે ત્યારે બચાવવા કોઇ નહિ આવે.
મણિરથ કહે—ભાઇ ! તે યુદ્ધમાં વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યા? હે સામતા ! ભાઇ તા પેાતાના પરાક્રમની વાત નહિ કરે પણ તમે લેાકો એ સભળાવા ભાઈએ કેવું પરાક્રમ બતાવ્યું હતું? જેથી ભાઈનું પરાક્રમ સાંભળી મને આનંદ થાય. સામતા કહે મહારાજા ! એમના પ્રભાવની તેા શી વાત કરવી ? આપના કુળમાં એમના જેવા પુરૂષ કોઈક જ જન્મ્યા હશે! તેમનું પરાક્રમ અને બુદ્ધિબળ વિષે તે કહેવું જ શું ? તેમનાં બુદ્ધિ-કૌશલ્યથી કયાંય યુદ્ધ થયું નથી. કોઈ ઠેકાણે લડાઈ કરી નથી. લેાહીની નદીઓ વહાવી નથી. જ્યાં યુદ્ધ થવાની સભાવના હતી ત્યાં પણ યુદ્ધ થયું નહિ. તેમના મુખમાં તા જાણે સરસ્વતી બેઠી હોય તેમ તેમના મીઠા પ્રેમ ભર્યા શબ્દો સાંભળી શત્રુઓ પણ નમ્ર બની જતા અને શરણે આવી જતા. આ વાત સાંભળીને મણિરથ યુગમાહુના મસ્તક ઉપર હાથ ફેરવતા કહેવા લાગ્યા કે મારા ભાઈને મેં યુવરાજ બનાવ્યા એ બરાબર યાગ્ય કર્યું છે. મારા આ ભાઇ અણુમાલ છે. મણિરથના દિલમાં એ ભાવના હતી કે કદાચ મયણુરેહા યુગમાહુને વાત કરે તેા પણ ભાઈને મારા પ્રત્યે અવિશ્વાસ પેદા ન થાય પણ મારા ઉપર પૂર્ણ વિશ્વાસ રહે તે માટે હૃદયમાં કપટ રાખી તેણે આ પ્રકારના દેખાવ કર્યાં.
મયણરેહાને સમાચાર મળ્યા કે મારા પતિ યુદ્ધમાં વિજય ડંકા વગાડીને આવી ગયા છે. આ સમાચાર સાંભળતા તેના રામેરામમાં આનદ થયા. આ તા તમારા અનુભવની વાત છે. જ્યારે કાઈ બહેનના પતિ પરદેશ ગયા હાય ને તે બે ચાર વર્ષે પાછા દેશમાં આવે છે ત્યારે તે બેનને કેવી પ્રસન્નતા, કેવા આનંદ થાય ! એક બેનના પતિ ઘણા ગરીબ, નાકરી શેાધવા જાય તા કાઈ નાકરી ન રાખે, પણ એના પુણ્યાયે એના કાકામામાએ થાડા સાથ આપ્યા ને તે પરદેશ કમાવા જવા તૈયાર થયા. પત્ની કહે છે તમે મને સાથે લઈ જાવ ને ! પતિ કહે, હું ત્યાં જાઉં, ઘેાડું કમાઉં, ઘર વસાવું, પછી તને મેલાવીશ. ભલે આપ સમાચાર જરૂરથી આપજો. ભલે, એમ કહીને તે ભાઈ તેા પરદેશ ગયા. છ મહિના થવા આવ્યા. પણ કાઈ ટપાલ કે સમાચાર નહીં. આ ખાઈ રાજ કાગના ડાળે પત્રની રાહ જુવે છે, પણ ટપાલ આવતી નથી. પેાતાની શેરીમાં જે ટપાલી આવે તેને આ બેન રાજ પૂછે ભાઈ વીરા! મારી ટપાલ છે ? બેન ! તમારું નામ શું ? બધી વાત કહી, પછી કહે બેન ! તમારી ટપાલ આવશે એટલે હું આપને જરૂર આપી જઈશ. આ ટપાલી રાજ આવે ને મેન રાજ પૂછે. મારી ટપાલ છે ? ટપાલીને રેજ ના કહેતા શરમ આવવા લાગી. તેને થયું કે મારી આ શેરીમાંથી બદલી થઈ જાય તા સારું. બેન મને રાજ ટપાલનું પૂછે ને હું ના કહું એટલે નિસાસા નાંખે. આમ કરતા સમય પસાર થતાં થતાં ૧૨ વર્ષો વીત્યા. બાર વર્ષે ટપાલ આવી. ટપાલીના મનમાં પણ ખૂબ આનંદ છે કે આજે હું તે બેનને ટપાલ આપીશ તે તેને કેટલો આનંદ થશે ? ટપાલી
૧૨