________________
૪૪૮
શારદા રત્ન
ઉપભાગમાં હ કે ઉલ્લાસ નથી આવતા, તેમ જીવનશુદ્ધિ વગર કાર્ય માં આન કે સ્ફૂર્તિ ન આવે. આવા આત્મશુદ્ધિના અવસરેરા જીવનમાં વારે વારે નથી આવતા. ભાગ્યશાળી આત્માએ આ અવસરના યાગ્ય ઉપયાગ કરી આત્મશુદ્ધિ કરે છે. આપણે પણુ જીવન આંગણીયે આવેલા આ આત્મશુદ્ધિના અવસરને ઉમંગથી અપનાવીને કલ્યાણ માટે કટિબદ્ધ બનીએ.
આત્મશુદ્ધિના સંકલ્પ સાથે આગમનું વાંચન અને સાથે સાથે પ્રાણી માત્ર પર દયાભાવના, સાધર્મિક વાત્સલ્ય, કષાયના ત્યાગ, ખાદ્ય અભ્યંતર તપ અને પાપનુ’ પ્રાયશ્ચિત આદિ આત્મસાધનાના શુભ કર્તવ્યા કરવાના છે. દેહશુદ્ધિ કર્યા પછી વસ્ત્ર પરિધાન કરીએ છીએ, ધૂળકચરા દૂર કર્યાં પછી ચટાઈ પાથરીએ છીએ તેમ મનની મલીનતા દૂર કર્યા પછી ધર્મસાધના કરવી જોઈ એ. મનમાં કાટ ભર્યાં હશે તેા ધર્મસાધનાના આપ નહિ આવે. કાયાથી ગધાતા દિલમાં ધર્મની સુવાસ સંભવશે નહિ, માટે સૌથી પહેલા મનની નિર્માંળતા કેળવવાની છે. માનસિક શુદ્ધિ વડે ગઈકાલના ખરાબમાં ખરાબ માણસ પણ સારામાં સારા બની જાય છે. એ કયાં આપણે નથી જાણતા ? જે મકાનમાં બહુ ધન હાય તે મકાનની તમે કેટલી તકેદારી રાખેા ? કેવી ચાકી મૂકેા ? મનના મકાનમાં નના ઢેર પડેલા છે. એ તમને ખબર છે ? એક એક સવિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ ? કેાઈ ચાકી મૂકી છે ? આપણે ખરેખર ભ્રમણામાં અટવાયા છીએ. તનના મકાનની આપણે તકેદારી અને ચાકી રાખીએ છીએ. જે તનમાં હાડકાં, માંસ અને લેાહી સિવાય કંઈ નથી. જે ધૂળ સમાન છે, તે આપણને વાસ્તવિક સુખ કે શાંતિ આપવા સમર્થ નથી, માટે મનના મકાનની રક્ષા કરો. મનનુ ધન કોઈ ચારી ન જાય, સવિચાર ચારાઈ ન જાય તેની ખરેખર તકેદારી રાખા. ચાકીદાર બરાબર ગેાઠવી દો. સાત્ત્વિકભાવોને પાષનારા સિદ્ધાંતા, આંતરદૃષ્ટિને ઉઘાડી આપનારા સાધુપુરુષો આ બધા ચાકીદારા છે. મનને દ્વારે આ બધાને સ્થાન આપો, તા તમારું' મનનુ ધન સુરક્ષિત રહેશે અને એ ધન દ્વારા તમે અક્ષય અને અનંત સુખ મેળવશે।, માટે મનની ભૂમિકાને વિશુદ્ધ છનાવીને આત્મસવેદના અનુભવીશું તે। પર્યુષણ પર્વની આરાધના સાક બનવાની છે. બાકી પર્વના દિવસેામાં ધર્મપ્રવૃત્તિ કરીએ અને તે પછીના દિવસેામાં ધર્મનું નામનિશાન પણ રહેવા ન દઇએ એને અર્થશે?
ધ્રુમહેલના પાયા : ભાજન કર્યા ખાદ જેમ તૃપ્તિના આડકાર અનુભવાય છે, તે રીતે પર્યુષણુ પર્વ ઉજવ્યા પછી ધસ.ધનાની સુવાસ વડે જીવન મઘમઘી ઉઠવું જોઈએ, એટલે પર્યુષણ પર્વ દરમ્યાન આદરેલી ધર્માંપ્રવૃત્તિ માત્ર આઠ દિવસની નહિ પણ જીવનભરની ખની રહેવી જોઈ એ. મકાનના ચણતરના આધાર પાયા પર છે. પાયાનુ ખચ વધે તે પણ તે ખર્ચ કરી પાયા મજબૂત બનાવવા પડે છે. પાયા વિના મકાન ન બધાય, તેમ શુક્ષુ વિના જીવનનું ચણુતર ન થાય. જીવનના ચણતરના આધાર ધર્મસાધના પર છે, પણ સાધના વિના ધર્મસાધના અસભવ છે. કેાઈ વાર મકાનનાં