________________
२२६
શારદા રત્ન લક્ષ્મ-મેક્ષ તરફ પ્રગતિ કરે તે જ એની સાર્થકતા છે, નહિ તે આ જીવનનું કઈ મહત્ત્વ નથી.
આ માનવજીવન અમૃત સાગર છે, અને નરકનું દ્વાર પણ છે. કઈ પણ વસ્તુ પિતાની મેળે સારી કે નરસી નથી બનતી, પરંતુ એને સદુપયેગ કે દુરૂપયોગ એને સારી કે નરસી બનાવે છે. અરિસાભવન ભરત ચક્રવતી માટે કેવળજ્ઞાનનું કારણ બન્યું. એ જ અરીસાભવનમાં કદાચ કૂતરું ગયું હોત તે ભસી ભસીને મરણને શરણ થાત. તલવારને એની મુઠથી પકડવામાં આવે છે તે દુશ્મનો નાશ કરનારી બને છે, પણ જે એને ધારથી પકડવામાં આવે તો તે પકડનારને હાથ કાપી નાંખે છે. આ બધા ન્યાયથી એ સમજવાનું છે કે જે આ જીવનને સદુપયોગ કરવામાં આવે તે અમૃત સમાન હિતકર બને છે, પણ એને દુરૂપયોગ થયો તે એ નરક કરતાં પણ અધિક ભયંકર બને છે.
સાપથી અધિક ભયંકર પાપ -આ દુનિયામાં સાપ, વાઘ, સિંહ આદિ હિંસક પ્રાણીઓએ જેટલું નુકશાન નથી કર્યું તેટલું નુકશાન પાપી મનુષ્યોએ કર્યું છે. સંસારનું વાતાવરણ હિંસક પશુઓએ નહિ પણ દુરાચારી મનુષ્યએ કલુષિત બનાવ્યું છે. સર્ષ, સિંહ, વાઘ જેવા પ્રાણીઓ દ્વારા જેટલી હત્યાઓ થાય છે, તેના કરતા હજારો નહિ પણ લાખો ગણી હત્યાઓ મનુષ્ય દ્વારા થાય છે. આજના જગતની પ્રીતિઓ પરથી એ સિદ્ધ થાય છે કે પશુઓ કરતાં વિકારી મનુષ્ય નિઃસંદેહ વધારે હિંસક અને ભયંકર છે. સેંકડો નહિ, હજારો નહિ, લાખો નહિ, પણ કરોડો અને
સંહાર કરી નાખવાની શક્તિ ધરાવતા તથા ગામડાઓને અને નગરોને પળમાં ભસ્મીભૂત * કરવાની તાકાતવાળા ઝેરી વાયુઓ અને આણુઓ ઉત્પન્ન કરનાર મનુષ્ય છે. આથી
એ વાત સ્પષ્ટ દેખાય છે કે જેટલું પાપ ભયંકર છે, એટલો સાપ ભયંકર નથી, પણ આશ્ચર્ય છે કે દુનિયા સાપને દેખીને ભયભીત બને છે. એને જીવનાશક માને છે, પણ એ જ માનવી પાપ કરતાં પાછું વાળીને જોતા નથી. પાપનો એને ભય લાગતો નથી. દુનિયા જેટલી સાપથી ડરે છે, એટલી જે પાપથી ડરતી રહે તો શું દુનિયામાં ખૂન, ચોરી, કતલખાના અને વિશ્વાસઘાતના કાર્યો વધવાને જરા પણ સંભવ રહે ખરો? આજે કતલખાના વધ્યા. કતલખાનામાં રોજ કેટલા જીવોની હિંસા થાય છે? જે માનવીને પાપને ભય હોય તે તલખાના ચાલે ખરા? અરે ! કંઈક મનુષ્યના જીવન તે એવા પાપમય બની ગયા છે કે ડગલે ને પગલે અસત્ય બોલવામાં, ચોરી કરવામાં કે છળકપટ કરવામાં એમને જરાપણ સંકેચ થતું નથી.
પાપથી ડરશે કે કાંટાથી? -આજે મનુષ્ય નાનકડા કાંટાથી જેટલો ડરે છે એટલો પણ પપથી નથી ડરતે. પગમાં કાંટે વાગી જાય તો તેની પીડા અસહ્ય બની જાય છે. એ જ કાંટાને તેના કરતા અધિક તીણ સોય વડે કાઢવામાં આવે છે, અને કાંટાને વિકાર જરાપણ અંદર ન રહી જાય એ હેતુથી જ્યાં કાંટો વાગ્યો હોય છે એ