________________
શારદા રત્ન
૩૮૭,
ગયા. ને એક મહાન દુખમાં ગયા. આ બતાવે છે કે જીવ જેવા કર્મો કરે છે તેવા તેને ફળ ભોગવવા પડે છે. કર્મ કેઈની શરમ કે લાગવગ ધરતા નથી.
વીરસિંહ અને ચંદ્રયશ મણિરથને શોધતા મણિરથ જ્યાં હતું ત્યાં આવી પહોંચ્યા. તેમના આવ્યા પછી જરા વારમાં તો મણિરથ મૃત્યુ પામ્યા. વીરસિંહ ચંદ્રયશને કહેવા લાગ્યો કે આપે તેના પ્રત્યે વેરભાવ ન રાખે ને અહીં આવ્યા એ સારું કર્યું, જે આપ ન આવ્યા હોત તે લોકમાં આપની નિંદા થાત. કાલે તમને કહેનાર મળતા કે મણિરથ તે દુષ્ટ બને પણ ચંદ્રશે સજજનતા શા માટે છોડી? જે આપ આવ્યા તે હવે કોઈ ને કંઈ બોલવાનું નહિ રહે. આપની કીર્તિ સવાઈ થશે. લોકે એમ કહેશે કે મણિરથે ચંદ્રયશના પિતાનું ખૂન કર્યું, તે પણ ચંદ્રશે કેટલી વિશાળતા કેળવી ! શત્રુ પ્રત્યે પણ વૈર ન રાખતા મૈત્રીભાવ કેળવ્યું. હવે આપણે મણિરથના શબને મહેલમાં લઈ જઈએ ને બંનેને સાથે અગ્નિસંસ્કાર કરીએ. આ સાંભળતા ચંદ્ર અને ક્રોધ આવ્યો. તેનું ખૂન ઉછળી આવ્યું. વીરસિંહ, તું શું બોલે છે? આ પાપીએ મારા પિતાની હત્યા કરી છે. ક્યાં એ પવિત્ર આત્મા અને ક્યાં આ પાપી ! શું બંનેની સાથે સ્મશાનયાત્રા ! ચંદ્રયશને ક્રોધ આવ્યું છે. તે જીવને અધમ ગતિમાં લઈ જાય છે. ક્રોધ વૈરનું કારણ છે, વળી દુર્ગતિનો માર્ગ છે. શાંતિરૂપ સુખને બંધ કરવામાં અર્ગલા સમાન કેધ છે. વૃદ્ધિ પામતે ક્રોધ રૂપી ધૂમાડો વિચિત્ર ગુણને ધારણ કરવાવાળી ચારિત્રરૂપી ચિત્રની રચનાને અત્યંત શ્યામ બનાવે છે. જ્યારે પુરૂષ ક્રોધને વશ થાય છે, ત્યારે તેનામાં વિવેક રહેતું નથી. પરોપકારી માતાપિતાદિકને મારવા પ્રયત્ન કરે છે. કોઈ વાર મારે છે પણ ખરો. કઈવાર પિતાના આત્માને ક્રોધાવેશમાં મરણને શરણ પહોંચાડે છે. ધિક્કાર છે! આ ભવ તેમજ પરભવના નાશ માટે તેમજ પોતાના તથા બીજાના અર્થનો ઉરછેદ કરવાને માટે જે શરીરમાં ક્રોધને ધારણ કરે છે! દુનિયામાં એ કણ મૂર્ખ હશે કે જે ચીજ સર્વથા દુઃખ દેનાર તેમજ પરિણામે અતિ દારૂણ હોય તેને પોતાની પાસે રાખે? ખેદની વાત છે કે જાણવા છતાં છ ક્રોધનો ત્યાગ કરતા નથી. ક્રોધ સર્વ અનર્થનું મૂળ છે. યુગબાહુને મણિરથે તલવાર ભોંકી ત્યારે કેટલો ક્રોધ આવ્યા હતે ! જે ક્રોધ તેમને નરકગતિ અપાવત, પણ મયણરેહા ધર્મગુરૂ બની અને ભડભડતી અગ્નિ પર મીઠા વચનામૃતેનું પાણી છાંટીને અગ્નિ બુઝાવી. પત્ની છે તે આવી છે. પતિ માર્ગ ભૂલે તો પત્ની ઠેકાણે લાવે અને પત્ની માર્ગ ભૂલે તે પતિ ઠેકાણે લાવે, એકબીજાને ધર્મની પ્રેરણા આપે અને ધર્મ પમાડે.
એક શેઠ શેઠાણી હતા. શેઠાણ ખૂબ ધર્મિષ્ઠ. દશ તથિના ઉપવાસ, ચૌવિહાર, પ્રતિક્રમણ બધું કરે, પણ શેઠને કંઈ ગમે નહિ. શેઠાણીના મનમાં રાત-દિવસ એ ચિંતા રહ્યા કરે, કે મારા પતિના જીવનમાં ધર્મનું નામનિશાન નથી. એમનું શું થશે? એક વાર શેઠ દુકાનેથી ઘેર આવ્યા. શેઠાણીની આંખમાં આંસુ જોયા. શેફ કહે, શેઠાણી, કેમ