________________
શારદા રત્ન
૨૧૩
तुलसा इस संसारमें, मतलबका व्यवहार ।
जब लग पैसा गोठमें, तब लग लाखो यार ॥ આ સંસાર મતલબનું મેદાન છે. સંસારમાં માણસની પાસે જ્યાં સુધી પૈસા હોય છે ત્યાં સુધી બધા લોકે પ્રેમથી બેલાવે છે અને જ્યાં પૈસા ચાલ્યા જાય ત્યાં કઈ સગું થતું નથી. કહેવાય છે પસાદાર માણસની બકરી મરી જાય તે આખા ગામમાં વાત ફેલાઈ જાય અને ગરીબ માણસની છોકરી મરી જાય તે તેને કોઈ જાણતું નથી. ધન મળવું એ પણ શુભ કર્મને આધીન છે. શુભ કર્મના ઉદય વિના લક્ષમી આદિ સુખ મળતા નથી, અને થોડું ઘણું મળે પણ તેની આશા કેટલી મોટી હોય છે !
आशा नाम नदी मनोरथ जला, तृष्णा तरङ्गकुला । राग ग्राहवती वितर्क विहगा, धैर्य द्रम ध्वंसिनो ॥ मोहावर्त सुदुस्तराति गहना, प्रोतुङ्ग चिन्ता तटाः।
तस्याः पारगता विशुद्ध मनसो, नन्दन्ति योगीश्वराः॥ કવિ કહે છે કે આશા નામની એક મોટી નદી છે. આ નદીમાં મરથ રૂપી જળ ભરેલું છે. પાણીમાં જેમ તરંગો ઉઠે છે તેમ આ આશા રૂપી નદીના મને રથ રૂપી જળમાં તૃષ્ણ રૂપી અનેક તરંગે ઉઠે છે. તૃષ્ણાના તરગે એવા ઉઠે છે કે તેનો પારક, પામવો પણ મુશ્કેલ છે. નદીમાં જેમ મગરમ છો રહે છે તેમ આ આશા રૂપી નદીમાં રાગ-દ્વેષ રૂપી મગરમચ્છો રહે છે. જ્યાં તૃષ્ણા હોય ત્યાં રાગ-દ્વેષ પણ હોય છે. નદીના કાંઠે પક્ષીઓ રહે છે તેમ આ નદીના કાંઠે કપટ-વિતર્ક રૂપી બગલા-પક્ષીઓ રહે છે, આશા તૃષ્ણાને કારણે કૂડકપટ કરવામાં આવે છે. નદીમાં જ્યારે પુર આવે છે ત્યારે કાંઠે ઉભેલા વૃક્ષોને પણ ઉખેડી નાખે છે, તેમ તૃષ્ણાની અધિકતાથી પૈર્ય રૂપી વૃક્ષ પણ ઉખડી જાય છે. તૃષ્ણા ભૈર્યને નાશ કરે છે. તૃષ્ણાને ઉછેર કર્યા વિના શાન્તિ મળવાની નથી. ઉંડા પાણીવાળી નદીઓમાં ભમરીઓ પડે છે, તે પ્રમાણે આશા નદીમાં મેહ રૂપી ભમરીઓ પડે છે. મેહ-ભમરીમાં ફસાયેલ આત્મા સહેલાઈથી બહાર નીકળી શકતા નથી. જ્યાં સુધી માણસ મહાવસ્થામાં ફસાયેલું રહે છે ત્યાં સુધી આત્મન્નિતિ સાધી શકતું નથી. જે પ્રમાણે નદીને તટ હોય છે તે પ્રમાણે આશા નદીને ચિંતા રૂપી તટ છે.
જ્યાં આશા-તૃષ્ણા હોય ત્યાં ચિંતા હોય એ સ્વાભાવિક છે. આવી દુતરા આશા નદીને પાર કેણ જઈ શકે ? જે વિશુદ્ધ ભાવના રૂપી નૌકામાં બેસે છે તે લોકે એ નૌકાની સહાયતા વડે હુસ્તર એવી આશા નદીને પાર જઈ શકે છે, અને જાય છે. આ આશાનદીને પાર જવાને માટે અણગાર ધર્મને સ્વીકાર કરવામાં આવે છે. જે અણગારપણાને સ્વીકાર કરી વિશુદ્ધ ભાવના ભાવે છે તે અણગારો આશા નદીને પાર પામી જાય છે, અને એ રીતે શારીરિક તથા માનસિક દુખેથી મુક્ત થઈ અનંત આનંદ મેળવે છે. આજે પૂ. સુજાતાબાઈ મહાસતીજીના પારણે શાતા પૂછવા ઘણુ મહાસતીજી પધાર્યા છે. તેથી આનંદમાં વધારો થયો છે. તેમણે દરરોજ સ્વાધ્યાય-ધ્યાન સહિત આ તપ કર્યો છે. તેમની