________________
શારદા રત્ન
મજુરી કરવી પડે ? બધા કહે, શેઠ અમારે ત્યાં રહી જાવ. શેઠ કહે. આમ મને એ કઈ ધંધો આપ તે રહું, બાકી ન રહે. બધા લોકોને શેઠને જતાં ખૂબ દયા આવે છે. તેથી કોઈ કોઈ તો શેઠ ભારો વેચવા જાય તે તે જે માંગે તે આપવા તૈયાર થાય છે, પણ શેઠ તે વધુ લેતા નથી. લાકડાની કિંમત ને ભારાની મજુરી જે થતી હોય તે લે છે. ગરીબીમાં પણ અમીરી છે. શેઠને જોઈને તેમની વાત પરથી બધાને લાગ્યું કે આ શેઠ ખૂબ ધર્મિષ્ઠ છે, જાણકાર છે, માટે આપણે કથા કહેવા બોલાવીએ.
સાગરદન દે ઉપદેશ સૌને, સૌ હૃદયપૂર્વક સુણે;
સૌ લકે તેની ઉપર ખુશ ખુશ થઈ જાવે. બધા સાગરદત્તને કથા કહેવા બોલાવવા લાગ્યા. શેઠ ધર્મકથા કરે. ધર્મની વાતો કરે તે બધાને ખૂબ ગમે. બધાને તે ખૂબ રંગ લાગી ગયો. કંઈક સજજન પુરૂ કહે છે, આપ લાકડાના ભારા ન વેચો. તમે અમારે ત્યાં આવી જાવ. અમે તમને કામ આપીશું પણ શેઠ તે રોજ લાકડા કાપવા જાય. આવીને ભારો વેચે ને તેમાંથી મળે તે ખાય. આ રીતે આનંદ, સંતોષ અને ધર્મ પ્રવૃત્તિથી જીવન જીવે છે.
એક દિવસ મોટા છોકરાએ હઠ લીધી. રોજ તમે લાકડા કાપવા જાવ છો. આજે હું તમારી સાથે આવીશ. નાને દીકરો કહે હું પણ આવીશ. શેઠ કહે-તમે હજુ ના છે. મોટા થાવ ત્યારે આવજે. બેટા ! અત્યારે તે વનમાં જઈને લાકડા લાવી તેને વેચી તેમાંથી જે કંઈ મળે તેના પ્રતાપે આપણી નાની-સી દુનિયામાં અજવાળા પથરાય છે. બંને પુત્ર કહે, ના, અમે તો સાથે આવીશું જ. આ છોકરાઓના બબ્બે નામ છે. એક નામ હતું ગુણદત્ત અને બીજું રત્નચંદ્ર. બીજા છોકરાનું નામ ગુણચંદ્ર અને રત્નસાર. શેઠ કહે, તમે ઉતાવળા ન થાવ. વનને રસ્તો કઠીન છે, તમે ચાલતા થાકી જશે. તેમજ વનમાં વનચર પ્રાણીઓથી ભય લાગશે. તમારી ફૂલ જેવી કાયાને ધામધખતા તાપ અને પરિશ્રમના ભારથી કયાંય પછડાઈ જતા વાર નહિ લાગે. હજુ તો તમે બાળક છે. પિતાને શાંતિ આપવી એ અમારી ફરજ છે. પિતાજી! સમયની દુર્દશાને સમજવા છતાં તમને મદદ ન કરીએ તે અમે શા કામના? પુત્રોને ઘણું સમજાવ્યા છડાં ન માન્યા. છેવટે શેઠ બે દીકરાને લઈને ગયા. ૧૧ વાગે જંગલમાં પહોંચ્યા. સૂર્ય બરાબર તો છે. લાકડા કાપતા જીવ ગભરાય છે. ત્યાં શું ચમત્કાર થશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં.-૩૮ શ્રાવણ વદ ૮ ને શનિવાર
તા. ૨૨-૮-૮૧ વાત્સલ્યના વહેણ વહાવનાર, મેક્ષ માર્ગના બતાવનાર, ભવ્ય જીના તારણહાર, અનંત ઉપકારી જિનેશ્વરદેવની વાણી તેનું નામ સિદ્ધાંત. જિનેશ્વરદેવની વાણી સર્વ દુઃખને નાશ કરે છે. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આત્માને ઉથાન તરફ