________________
શારદા રત્ન
૨૩૧ આસક્તિની જાળમાં ફસાઈ જાય છે, તે મહામહિત થઈને પિતાના હિતાહિતનું ભાન કરી શકતા નથી. અર્થાત્ તે પુરૂષ મેહનીય કર્મને સંચય કરે છે. જે અા હિંસાદિ પાપોથી વિરકત નથી થયા અને ઈન્દ્રિયના વિષયમાં ગાઢ આસક્ત હોય છે. તે મોહનીય કર્મને સંચય કરે છે. તેથી મેહનીય કર્મની પ્રબળતાથી બચવાને માટે પાપકર્મોથી નિવૃત થવાને પ્રયત્ન કરવો જોઈએ. | મણિરથ રાજા ઘોર કર્મ કરવા તૈયાર થયા છે. મણિરથ અને યુગબાહ સહદર ભાઈ છે. એક લોહીની સગાઈ છે. છતાં ભાઈનું ખૂન કરવા તૈયાર થયો. તે બીજાનું તે શું બાકી રાખે? મયણરેહાએ કહ્યું નાથ! તમને અનુભવ નથી પણ મને અનુભવ છે. ઉપરથી ઉજળું દેખાય એટલું બધું દૂધ નથી હોતું. દૂધ ધળું છે ને ચુનાનું પાણી પણ ધળું છે. પણ ચુનાનું પાણી પીવે તે શું થાય? (શ્રોતામાંથી અવાજ-મરી જવાય) અરે દૂધ દૂધમાં પણ ફેર હોય છે. ગાય-ભેંસનું દૂધ પીવે તે શરીરને પુષ્ટિ મળે ને આકડાનું દૂધ પીવે તે મરી જાય. તે રાત્રે એકલા આવ્યા છે તે નક્કી તમને મારવા માટે. મને મારવાથી તે તેમની આશા પૂરી ન થાય. આ બધી વાત કરી પણ ભાઈ મળવા આવ્યો છે ને ના કહું તો અવિનય થાય તેથી બોલાવ્યો. બંને સામસામા બેઠા છે. થોડીવાર મૌન રહ્યા. પછી યુગબાહુએ કહ્યું, આપે અત્યારે અહીં આવવાનું કષ્ટ કેમ લીધું? ભાઈ! તું તે મારો દીકરો કહેવાય. તને રાજભવનમાં ન જોતાં મારો જીવ અધ્ધર થઈ છે ગયો. મારો પલંગ મને અગ્નિ જેવો લાગે. હમણું આવશે એમ માનતે, પણ તું ન આવ્યો. તેથી મારી ઉંઘ ઉડી ગઈ. પછી ખબર પડી કે તેઓ કેલીવનમાં રોકાયા છે. તું અહીં રહ્યું છે એ સાંભળી મારાથી ન રહેવાયું, અને હું એકલે હાથમાં તલવાર લઈને આવ્યો છું. મેં ખુલ્લી તલવાર એટલા માટે રાખી છે કે કદાચ આજ્ઞાધીન થયેલા રાજાઓ વરને બદલે લેવા આક્રમણ કરી બેસે તે એ આક્રમણનો પ્રતિકાર કરવા માટે મેં ખુલ્લી તલવાર હાથમાં લીધી છે. વળી તમે વગડામાં રહ્યા છે, રાત્રે કેઈ દુષ્ટ આવે ને મારી નાંખે તે માટે આપને રાજભવનમાં લઈ જવા આવ્યો છું. વળી રાજાઓનું નિવાસસ્થાન પ્રાયઃ કિલ્લામાં હોય છે. કિલામાં રહેવાથી શત્રુઓથી રક્ષા થાય છે. માટે તું સુરક્ષિત સ્થાનને ત્યાગ કરી અહીં રહે એ ઉચિત ન કહેવાય.
મણિરથ શું યુગબાહનું રક્ષણ કરવા આવ્યો છે? જેનામાં કામના છે તે બીજાનું રક્ષણ કેવી રીતે ચાહી શકે? મણિરથની વાત સાંભળી યુગબાહુના મનમાં થયું કે મયણરેહાએ જે કંઈ કહ્યું છે તે સત્ય લાગે છે. તે મણિરથને કહે છે ભાઈ! તમે કહે છે કે આપણે રક્ષા કિલ્લામાં રહેવાથી થાય છે તો પછી આપે મને કિલ્લાની બહાર લડાઈમાં જવાની આજ્ઞા શા માટે આપી હતી ? મને યુદ્ધમાં શું કરવા મોકલ્યો હતો ? લડાઈમાં મારો ભાઈ ખપી જશે તો? ત્યારે ભાઈની દયા ન આવી? વળી તમે કહો છો કે કિલ્લાની બહાર રહેવું ઠીક નથી તો તમે શા માટે કિલ્લાને ત્યાગ કરી રાતના સમયે એકલા અહીં આવ્યા? મણિરથે કહ્યું, હું કિલ્લાની બહાર તારા રક્ષણ માટે, મારા પ્રાણ સમાન પ્યારા બાંધવની