________________
૧૦૮
શારદા રત્ન રિથર થવું પડશે. સંકલ્પ વિકપના વાળને ફગાવી દે, તે આત્મામાં સ્થિરતા આવશે. નિર્ણય કરે કે આત્મા છે. આત્મા છે તે કર્મોને કર્તા અને ભેકતા પણ છે. કર્મબંધન કરનાર આત્મા છે ને બંધનને તેડનાર પણ આત્મા છે. જીવ કેવી રીતે બંધને બંધાય છે તે સમજાવતા ભગવાને કહ્યું છે કે
रागो य दोसो वि य कम्मवीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । જન્મ જ ના માનસ પૂરું, સુવર્ષ ૨ વારૂ મા વાત્ત છે ઉત્ત. ૩૨-૭
કર્મના બીજ રાગદ્વેષ છે. કર્મ મેહથી પેદા થાય છે. તે કર્મ જન્મ મરણનું મૂળ છે. અને જન્મ-મરણ તે જ દુઃખ છે.
દાખલા તરીકે બીજ હોય તે વાવણું થાય. બાજરાનું બીજ હોય તે બાજરાની વાવણી થાય છે. કપાસનું બીજ હોય તે કપાસની વાવણી થાય. બીજ વગર ફળની પ્રાપ્તિ થતી નથી, તેમ આ સંસારમાં રઝળવાપણું, રખડવાપણું, શાથી થાય છે? રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે. કર્મના કારણે જીવ ચૌગતિના ચકકરમાં રખડી રહ્યો છે. રાગ દ્વેષ રૂપી બીજના કારણે સંસારનવપલ્લવિત રહે છે. તે રાગ પછી સંસારને હોય, કુટુંબ પરિવારને હોય કે ધનને હેય પણ રાગ જીવને કર્મબંધ કરાવે છે. રાગદ્વેષ એ કર્મના બીજ છે. કર્મ મેહથી પેદા થાય છે. મોહનીય કર્મ આઠ કર્મોમાં પ્રધાન છે. સેનાધિપતિ છે. જેને સેનાધિપતિ પકડાઈ જાય તેનું લશ્કર તે પકડાઈ જવાનું છે. મોહનીય કર્મની મૂળ પ્રકૃતિ ૨૮ છે. તેમાં ૨૫ ચારિત્ર મોહનીયની અને ત્રણ દર્શન મોહનીયની છે. ૧૬ કષાય અને નવ નકષાય એ ૨૫ ચારિત્ર મોહનીયની ને ત્રણ દર્શન મેહનીયની, આ ૨૮ પ્રકૃતિ જીવને સંસારમાં રખડાવે છે. તે જીવને સત્ય વસ્તુનું ભાન થવા દેતી નથી. મેહના વાતાવરણમાં પણ જીવ સમજે તે તેને ઉપદેશબોધ મળે તેમ છે.
તમે પરણવા ગયા ત્યારે ચેરી બાંધી હતી. ચેરીના ચાર છોડ હોય છે. એકેક છેડે નાની મોટી કેટલી માટલી હોય તે તે ખબર છે ને? (શ્રોતામાંથી અવાજ-સાત) એક છોડ પર સાત એટલે ચાર છેડે કેટલી થઈ? ૨૮, આમાં તમે કંઈ સમજ્યા ? ચાર છોડ સમાન ચાર ગતિ અને ૨૮ માટલી સમાન મહનીય કર્મની ૨૮ પ્રકૃતિ. આ તમને બોધ આપે છે કે પરણવા આવ્યા છે તે આ ૨૮ પ્રકૃતિ તમને ચાર ગતિના ચક્કરમાં રખડાવશે, માટે રાગ, દ્વેષ અને મહિને છોડવાની જરૂર છે. એક બ્લેકમાં કહ્યું છે કે :
एते राग द्वेष मोहा उद्यन्तमपि देहिना ।
मूलाद्र मे निकृन्तन्ति, मूषका इव पादपम् ॥ જેવી રીતે ઉંદરે વૃક્ષને કાપી નાંખે છે તેવી રીતે પ્રાણીઓના વૃદ્ધિ પામેલા ધર્મને વૈરાગ્યને આ ષ તથા મેહ જડમૂળથી છેદી નાંખે છે. રાગ-દ્વેષ તથા મોહની ત્રિપુટી છોને પાયમાલ કરે છે. રાગ-દ્વેષ જ્યાં હોય ત્યાં મેહ હોય, જ્યાં મેહ છે ત્યાં રાગદ્વિષ પણ છે. જ્યાં આ ત્રિપુટી એકત્ર મળે છે ત્યાં કે ધ, માન, માયા, લેભ, રતિ, અરતિ