Book Title: Sharda Ratna
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 1035
________________ ૯૩૦ શારદા રત્ન ઉપાશ્રયમાં ગઈ. સતીજીએ તે ગામના શ્રાવકેને તારામતીની બધી વાત કહી, તેથી શ્રાવકેએ તેને ઉપાશ્રયના કામ માટે રાખી લીધી. તારામતીએ પોતાના સારા સ્વભાવ, સરળતા અને કામથી બધાને પ્રેમ સંપાદન કર્યો. આ રીતે તેણે ૧૨ વર્ષે ત્યાં વીતાવ્યા. આજે સમય ઘણો થઈ ગયો છે. હવે ગુણદત્ત અને ગુણચંદ્રને તેમની માતાનું મિલન કેવી રીતે થશે તેમજ સાગરદત્ત શેઠની ગયેલી લમી કેવી રીતે પાછી આવશે તે સાંભળવાની આપ બધાની તીવ્ર ઝંખના હોવાથી આવતી કાલે ટૂંકમાં ચરિત્ર પૂરું કરીશ. આજે લોકશાહ જયંતિને દિવસ છે. લોકશાહે જૈન સમાજમાં મહાન કાર્યો કર્યા છે. સમાજમાં સાધુઓમાં શિથિલાચાર વધી ગયો હતો તેને તેમણે દૂર કર્યો. તેમણે કેટલા જૈનેને સાધુ બનાવ્યા. તેમણે જૈન સમાજમાં અદભૂત કાંતિ કરી છે. જૈન સમાજ પર તેમનો મહાન ઉપકાર છે. (પૂ. મહાસતીજીએ લોકાશાહના જીવન ઉપર સુંદર પ્રકાશ પાડ્યો હતે.) સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના ઉપાશ્રયે ૧૪ મહાસતીજી ચાતુર્માસ કરવા પધાર્યા છે. શ્રી સંઘની લાગણી, ભક્તિભાવના, ધર્મારાધનાથી અમને ખૂબ સંતોષ થયો છે. આપને સમજાવવાની બુદ્ધિથી વ્યાખ્યાનમાં કયારેક કઠોર ભાષા બેલાઈ હોય અગર કંઈ પણ કારણસર શ્રી સંઘના કાર્યકર્તાઓનું તથા ભાઈ-બહેનનું મન દુભાણું હોય તે ચૌદ મહાસતીજી વતી અંતઃકરણ પૂર્વક સૌની ક્ષમા યાચું છું. (પૂ. મહાસતીજીએ ક્ષમાપના કરી ત્યારે શ્રી સંઘની આંખે આંસુથી છલકાઈ ગઈ હતી.) અંતમાં આપ બધા જીવનમાં બને તેટલી વધુ ઘર્મારાધના કરી દાન, શીયળ, તપ, ભાવ, ક્ષમા, સરળતા, પ્રમાણિક્તા, આદિ સદગુણના સુમને ખીલવીને જીવનબાગને વધુ હરિયાળે બનાવો અને માનવજીવનને ઉજ્જવળ બનાવે એ જ આશા સહિત વિરમું છું. ચાતુર્માસ પૂર્ણાહૂતિને છેલ્લો દિવસ છે, તેથી સંઘના કાર્યકર્તાભાઈઓને થોડું બોલવું છે, માટે હવે તેમને સમય આપું છું. ચાતુર્માસની પૂર્ણાહૂતિના દિવસે પ્રમુખ શ્રી હસમુખભાઈ શાહે રજુ કરેલ વાય. ખંભાત સંપ્રદાયના ગચ્છાધિપતિ, સિદ્ધાંત મહોદધિ, જૈનશાસનના તેજસ્વી સિતારા સ્વ. બા. બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા શાસનરત્ના, પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ શરદ મંડળ, ભાઈઓ અને બહેને ! આપણું શ્રી સંઘના મહાન પુણ્યોદયે આપણી આગ્રહભરી વિનંતીને માન આપી આપણું શ્રી સંઘ ઉપર મહાન ઉપકાર કરી પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણ ૧૪ ચાતુર્માસ પધાર્યા, તે માટે આપણે તેમના ખૂબ ઋણી છીએ. પૂ મહાસતીજીના ચાતુર્માસ મંગલ પ્રવેશથી જ સંઘના સૌ ભાઈ–બહેનના આત્મા મંદિરમાં અનેરો આનંદ, ઉત્સાહ જોવા મળે છે. પૂ. મહાસતીજીમાં ઘણી વિદ્વતા અને સરળતા છે. સાથે સાથે સવી જીવ શાસનરસીક કર જાની તેમની ઉત્તમ ભાવના આપણે

Loading...

Page Navigation
1 ... 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042 1043 1044 1045 1046 1047 1048 1049 1050 1051 1052 1053 1054 1055 1056 1057 1058