________________
પ૮
- શારદા રત્ન માતા-પિતા અને ગુરૂદેવે નથી મળતા. આવા મહાન ગુરૂદેવોની જૈનશાસનમાં તેમજ ખંભાત સંઘમાં ઘણું બેટ પડી છે. પૂ. ગુરૂદેવના જીવનમાં તે ગુણે ઘણા હતા પણ તે વર્ણન કરવાની શક્તિ નથી. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ નિમિત્તે સૌ સારા સારા વ્રત પ્રત્યાખ્યાન કરશે તે જ સાચી શ્રદ્ધાંજલી આપી કહેવાય. “ફૂલ એક ગુલાબનું કરમાઈ ગયું બાગથી,
અપી ગયું કેરમ જગતને, ત્યાગના અનુરાગથી. ગુરૂદેવના ચરણમાં કેટી કોટી વંદન છે.
વ્યાખ્યાન નં-૫૪ ભાદરવા સુદ ૧૨ ગુરૂવાર
તા. ૧૦-૯-૮૧ સુજ્ઞ બંધુઓ ! અનાદિ અનંત જગતમાં જ્યાં નજર કરીશું ત્યાં સર્વ જીવો સુખને માટે પ્રયત્ન કરી રહ્યા છે. માનવ એમ માનતા હોય છે કે સુખ ધનથી મળે છે. એટલે રાત્રિ-દિવસ ભૂખ, તરસ, થાક, ઠંડી, ગરમી બધું ભૂલી જઈ તે મેળવવા તનતોડ મહેનત કરે છે. અરે! ધનની દોટ પાછળ એણે પોતાની માનવતા પણ વેચી દીધી છે. આજે મનુષ્યને મનુષ્ય કરતાં પૈસે વધુ પ્રિય છે. પણ યાદ રાખે, આ દુનિયામાં જેટલા પાપ
સો કરાવે છે તેટલા , બીજા કેઈ નથી કરાવતું. પૈસો ભાઈ ભાઈને શત્રુ બનાવે છે
ઓરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કારાગૃહમાં ધકેલ્યો, ભાઈઓની હત્યા કરી. એને છે. કેઈ પૂછે કે આટલો બધે જુલ્મ શા માટે? શું તેની પાસે ખાવાપીવાનું ઓછું હતું?
ના...ના..કદાચ એ હા કહે તે પણ કોઈ એની વાતને સ્વીકાર ન કરે. એ તે શાહજાદો હતો. એને સમસ્ત રાજ સુખ પ્રાપ્ત થયા હતા. ખાવાપીવાની કમીના કયાં હતી ! છતાં એની સ્વાર્થ બુદ્ધિએ વિરામ ન લીધે અને પિતાને કારાવાસમાં પૂર્યા. શૂઝ અને દારા જેવા ભાઈઓને દગો દઈને મરાવી નાંખ્યા. ખરેખર ! સ્વાથી માણસ પોતાના સ્વાર્થ માટે કયો અત્યાચાર નથી કરતો. એક કવિએ કહ્યું છે કે :
है स्वार्थ तेरी धृष्टताने बन्धुजन शत्रु किये । है दुष्कर्म हैं वे कौनसे, जो ना किये तेरे लिये ।। तेरी परायनता सचराचर, विश्व में छा रही।
उपकार करना स्वार्थ बिन, यह बुद्धि तो जाती रही। આ લેકમાં કવિ વાર્થને ઉપાલંભ આપતા કહે છે સ્વાર્થે-આપણું સ્નેહીસંબંધીજનોમાં વેર અને વિદ્વેષની ખાઈ ઉભી કરી દીધી છે. પહેલા તે તેઓ એકબીજાને જોયા વિના જીવવું અસંભવિત માનતા. હવે તેમાં સ્વાર્થમાં ભંગ પડતા એકબીજાનું મેં જોવામાં પણ પાપ માને છે. આ સંસારના સંબંધ અને સગપણે સ્વાર્થની સાંકળ