Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ આમુખ વિશ્વની શ્રેષ્ઠ કૃતિમાં જેની ગણના છે એવું આ મહાકાવ્ય પાંડવ ચરિત્ર મહાભારતના નામે જગપ્રસિદ્ધ છે આબાલવૃદ્ધ સૌ કઈ જેને મહાભારતના હુલામણું નામે સંબોધે છે, તેની પાછળ એવો ભવ્ય અને ઉદાત્ત ભૂતકાલિન મહાઈતિહાસ છુપાય છે, સમાયેલું છે. મહાભારતની આ મહાકૃતિના મહાન પાત્રોથી કોણ અજાણ્યું છે ? અગર હશે ? ખરેખર ભારતનું સુખ વીરત્વ જગાડવા માટે આ કૃતિએ જે ભાગ ભજવ્યો છે. તેના ગૌરવની ગરિમાનો પડઘો વિશ્વના ચોમેર ખૂણુઓના ઈતિહાસ ઉપર જે રીતે પડ્યો છે. તેનું વર્ણન કલમ દ્વારા આલેખી શકાય તેમ નથી તેમજ કોઈ રીતે કળી શકાય તેમ પણ નથી. ' આ મહાકાવ્યમાં જગતના ગૂઢ રહસ્યોનું વર્ણન જે રીતે કરવામાં આવ્યું છે. તેમજ માનવીના ભાવોની સંકલના જે રીતે વણી લેવામાં આવી છે. તે તો જગતની સર્વાગી રીતે અને સર્વકાલીય તેમજ સર્વદેશીય જનતાના ભૂત-ભવિષ્ય–અને વર્તમાનની એક મહાન ઈતિહાસની સાક્ષીભૂત જાણે ન હોય ? એવી આ અપૂર્વ ઐતિહાસિક મહાકથા છે. 19 : | 1. ખરેખર આ રસઝરણુમાં કયે રસ ખૂટે છે તે શોધવા માટે ખરેખર શીર્ષાસન કરીએ તો પણ મળી શકે તેમ નથી. કોઈ વ્યક્તિ કદાચ બે હાથ વડે મેરૂમહાગિરિને માપવા મથે તો તેને પાર પામી શકે તેમ નથી. તેમ આ મહાકથાના ભાવોને પાર પામ તે અત્યંત દુર્લભ છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 506