Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 15
________________ વિવેકની રોશની અકબંધ છે. કર્મસત્તામાં તાકાત છે તો ધર્મસત્તા કંઇ કમ નથી. કર્મસત્તાને હંફાવવા ધર્મસત્તાનું જ શરણું લેવું પડે. ધર્મસત્તાના માલિક ભગવાન છે. જે શાન્તિનાથ ભગવાનના દર્શન-પૂજન વગેરે હું બાળપણથી કરતો આવ્યો છું, તેમની પાસે હું ભાવથી પ્રાર્થના કરું. શાસ્ત્રોમાં લખ્યું છે કે અરિહંત પ્રભુની ભક્તિથી પૂર્વ સંચિત પાપકર્મનો ક્ષય થાય છે. (ત્તર fનવરિંદ્રાને વિનંતિ પુષ્યસંવિના HI ) જેમલે ભાવપૂર્વક મનફરામાં બિરાજમાન શાન્તિનાથ ભગવાન પાસે પ્રાર્થના કરી : “હે પ્રભુ ! જો મારી આંખોમાં રોશની આવે તો મારે દીક્ષા સ્વીકારવી.” પ્રભુ પ્રાર્થનાના અનન્ય પ્રભાવે જેમલ દેખતો થયો, ને પોતાના સંકલ્પ મુજબ વિ.સં. ૧૯૨૫, વૈ.સ.૩ ના કચ્છના આડીસર ગામમાં પૂ. ગુરુદેવ શ્રી પદ્મવિજયજી મ.ની પાસે દીક્ષા સ્વીકારી. દીક્ષા વખતે જેમની ઉંમર ૨૯ વર્ષની હતી. કદાચ ગુરુને શોધતાંશોધતાં આટલો વખત નીકળી ગયો હશે ! મા-બાપ તરફથી જલ્દી રજા પણ નહિ મળી હોય. તે વખતે કચ્છમાં સંવેગી સાધુઓનું વિચરણ અલ્પ પ્રમાણમાં હતું. વળી, કરચ્છની ભૌગોલિક સ્થિતિ પણ એવી હતી કે જલ્દી સાધુઓ આવી પણ ન શકે. પોષ મહિનાથી ફાગણ સુદ-૮ સુધી જ કચ્છમાં આવી શકાતું કે કચ્છથી બહાર નીકળી શકાતું. આવા કચ્છમાં સંવેગી સાધુઓ જલ્દી શી રીતે આવી શકે ? પૂ. જીતવિ.મ.ની જ્યાં દીક્ષા થયેલી ત્યાં રાયણનું સૂકું વૃક્ષ નવપલ્લવિત બન્યું ને જે કૂવામાંથી સ્નાન કરેલું તેનું ખારું પાણી મીઠું થઇ ગયું. આડીસર ગામ રણના કિનારે જ છે. ત્યાં કૂવામાં ખારાં પાણી હોય તે સ્વાભાવિક જ છે. હમણાં આડીસર ગયેલા ત્યારે ત્યાંના વાડીલાલભાઇ, વર્ધીભાઇ વગેરેને પૂછેલું કે પૂ. જીતવિજયજી મ.ની દીક્ષા થઇ તે ખેતર કર્યું ? ઘણી તપાસના અંતે તેમણે તે ખેતર શોધી કાઢેલું ને સાથે-સાથે એ પણ શોધી કાઢયું કે ત્યાં ૯૦ વર્ષ પહેલાં રાયણની વાડી હતી, એમ ખેતરના વૃદ્ધ માલિકે કહેલું, એમ પણ તેમણે અમને જણાવ્યું. અસ્તુ. પૂ. દાદા શ્રી જીતવિજયજી મહારાજ • ૧૮ પૂ. જીતવિજયજી આજીવન ગુરુચરણ સેવી રહ્યા હશે, એમ તેમનું જીવન વાંચતાં સ્પષ્ટ લાગે છે. અખંડ ગુરુ સેવાના કારણે ગુરુદેવના ઉત્કૃષ્ટ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હશે ને તેથી જ ઉત્કૃષ્ટ પુણ્ય-વૈભવ સર્જાયો હશે ! ફતેગઢમાં વિ.સં. ૧૯૩૫ના જૂના ચોપડામાં અમે પૂ. જીતવિજયજી મ. દ્વારા વિરચિત સ્તવન જોયું : ‘ઋષભ જિનેશ્વર સ્વામી રે... અરજી માહરી’ (ચોપડામાં શાન્તિનાથજીનું નામ હતું. કારણ કે ત્યાંના મૂળનાયક શાન્તિનાથજી હતા.) આથી લાગે છે કે સંયમના શૈશવકાળમાં જ આ સ્તવન તેમણે રચેલું હશે ! પ્રભુ તરફની ગાઢ આસ્થા તેમને બચપણમાં જ મળી હતી અને દીક્ષા પછી પ્રભુ ભક્તિના સંસ્કારો અતિ દેઢ બનાવ્યા હશે ! વિ.સં. ૧૯૩૮, માગ સુ. ૩ ના પલાંસવામાં હરદાસભાઇ, જો ઇતારામ, અંદરબેન અને ગંગાબા આ ચારની અત્યંત જાહોજલાલીપૂર્વક પૂ. પદ્મવિ.મ.ની નિશ્રામાં દીક્ષા થયેલી. શ્રીસંઘે ત્યારે ૮૦ હજાર કોરી (કચ્છી નાણું) ખર્ચેલી. ચારના ક્રમશઃ હીરવિ., જીવવિ., આણંદશ્રીજી તથા જ્ઞાનશ્રીજી એમ નામ પડેલા. ત્યારે પૂ. પદ્મવિ. અતિ વૃદ્ધ હતા. એટલે બીજું બધું સંચાલન પૂ. જીતવિ. એ જ કર્યું હશે, એમ માની શકાય. આ પ્રસંગે પધારવા ગુરુભાઇ રત્નવિજયજીને પલાંસવા સંઘે લખેલો વિજ્ઞપ્તિ પત્ર (જેમાં અંદરબેન તથા ગંગાબેનની પણ સહી છે) આજે પણ પલાંસવાના ભંડારમાં વિદ્યમાન છે. દીક્ષાની એ જાહોજલાલીનું વર્ણન પલાંસવાના વીરદાસ નામના કોઇ કવિએ પોતાની કૃતિમાં કરેલું છે. એમાં પવિ.મ.નું વર્ણન કરતાં લખ્યું છે કે જેમને જીતવિ. તથા રત્નવિ નામના બે શિષ્યો સેવા કરે છે ! આથી એમ જણાય છે કે પૂ. રત્નવિ. દીક્ષા પ્રસંગે પધાર્યા હશે ! વળી, એ વર્ષનું રત્નવિ.નું ચાતુર્માસ સાંતલપુર હતું. એ જ વર્ષે (વિ.સં. ૧૯૩૮) વૈ.સુ.૧૧ ની સાંજે પૂ. પદ્મવિ.નો સ્વર્ગવાસ થયો. એ પછી પૂ. જીતવિ.મ.નો દરેક પ્રસંગે પ્રસંગે પૂ. રત્નવિ. સાથે સંપર્ક ચાલુ હશે. કેટલાક સચવાયેલા પત્રો એ વાતની સાખ પૂરે છે. પૂ. પદ્મવિ.મ.ના સ્વર્ગવાસ પછી એમના અગ્નિસંસ્કાર વખતે વિવાદ થયેલો, જૈન સંઘે જે જગ્યા અગ્નિસંસ્કાર માટે નક્કી કરી એ કેટલાક કચ્છ વાગડના કર્ણધારો + ૧૯

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 193