Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 13
________________ વિ.સં. ૧૯૨૫, વૈ, સુ.૩, ઇ.સ. ૧૮૬૯ ના મનફરાના ૨૯ વર્ષીય જેમલભાઇ આડીસરમાં દીક્ષા સ્વીકારી મુનિ શ્રી પદ્મવિજયજીના બીજા શિષ્ય બન્યા. નામ પાડ્યું : મુનિ શ્રી જીતવિજયજી. વચન પ્રમાણે ઉદારહૃદયી પદ્મવિજયજીએ પોતાના પ્રથમ શિષ્ય રત્નવિજયજીને સૌભાગ્યવિજયજીના ચરણોમાં સોંપ્યા. વિ.સં. ૧૯૨૮, ઇ.સ. ૧૮૭૨ માં અમદાવાદમાં આ મુનિ શ્રી રત્નવિજયજી પંન્યાસપદવિભૂષિત બન્યા. સા. આણંદશ્રીજીની વડી દીક્ષા આ જ રત્નવિજયજીની નિશ્રામાં થયેલી. રત્નવિજયજીની તસ્વીર આજે પણ ડેલાના ઉપાશ્રયમાં છે. પૂ. પાવિના સ્વર્ગવાસ પછી પણ જીતવિ. સાથે તેમના સંબંધો રહ્યા હતા. તેમ તેમના પત્ર વ્યવહારથી જણાય છે. રત્નવિ.નો પત્ર આજે પણ સુરક્ષિત છે. આની કંઇક ઝલક બુટ્ટરાયજી મહારાજ દ્વારા લખાયેલ ‘મુહપત્તિ ચર્ચા' નામના પુસ્તકમાં પેજ નંબર-૩૨ પર વાંચવા મળે છે. પલાંસવાના વીરદાસ નામના એક કવિએ પદ્મવિજયજીનો રાસ બનાવ્યો છે. (હીરવિજયજી, આણંદશ્રીજી આદિની દીક્ષાનું મુખ્યતયાએ તેમાં વર્ણન છે.) તેમાં પણ પદ્મવિજયજીના બે શિષ્યો (જીતવિજયજી તથા રત્નવિજયજી) ગુરુની સેવા કરી રહ્યા છે, એવું વર્ણન થયેલું છે. આજે પણ એ રાસ ઉપલબ્ધ છે. શ્રી પદ્મવિજયજી નિમિત્ત-જ્યોતિષ આદિમાં પણ ખૂબ જ કુશળ હતા. લીંબડીમાંથી પડેલી એક લીંબોડીના આધારે તેમણે વરસાદની આગાહી કરેલી ને ખરેખર તે જ વખતે વરસાદ આવેલો, એમ પલાંસવાના વૃદ્ધો કહેતા હતા.. જંઘાબળ ક્ષીણ થતાં તેમણે ફતેગઢ તથા પલાંસવામાં સ્થિરતા કરી, છેલ્લા વરસો પલાંસવામાં ગાળ્યા. એ વર્ષોમાં તેમણે ૧૩ વર્ષની એક અંદરબેન નામની કન્યાને વૈરાગ્યવાસિત બનાવીને ચતુર્થવ્રત અપાવ્યું. ત્યાર પછી તેને ખૂબ જ ભણાવી. છતાં સંબંધીઓ દીક્ષા માટે રજા આપતા ન હતા. વિ.સં. ૧૯૩૭, ઇ.સ. ૧૮૮૧ માં પદ્મવિજયજીએ તેમના પૂ. પદ્મવિજયજી મહારાજ જે ૧૪ માતા-પિતાને કહ્યું : વૈરાગ્યવાસિત બનેલી આ છોકરીને હવે ક્યાં સુધી અટકાવશો ? હવે હું પણ વૃદ્ધ થયો છું. મારા જીવનકાળ દરમ્યાન આ અંદરબેનની દીક્ષા થઇ જાય તેવું ઇચ્છું છું. એના માતા-પિતાએ કહ્યું : “ગુરુદેવ ! આપ મુહૂર્ત ફરમાવો, પણ એ મુહૂર્ત આપ્યા પછી ચોમાસામાં વરસાદ થવો જોઇએ. અમારા ઘરમાં કોઇનું મૃત્યુ ન થવું જોઇએ, આબાદી પણ વધવી જોઇએ.” જયોતિર્વેતા મુનિ શ્રી પદ્મવિજયજીએ ખૂબ સૂક્ષ્મતાપૂર્વક વિ.સં. ૧૯૩૮, માગ.સુ.૩ (ઇ.સ. ૧૮૮૧)નું મુહૂર્ત આપ્યું. વૈશાખ કે જેઠ મહિનામાં આ મુહૂર્ત આપેલું. એ વર્ષે વરસાદ પડ્યો. આબાદી વધી. કોઇનું મૃત્યુ પણ ન થયું એટલે ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક પલાંસવામાં ચાર જણની દીક્ષા થઇ. હીરવિ., જીવવિ., આણંદશ્રીજી અને જ્ઞાનશ્રીજી. એ વખતે ૧૮ દિવસ ચાલેલા મહોત્સવમાં ૮૦ હજાર કોરી (કચ્છી નાણું)નો ખર્ચ થયેલો. ૮૦ ગામના સંધ આવેલા. દીક્ષાના દિવસે ૧૦ હજાર માણસ એકઠા થયેલા. ૧૮ દિવસ સુધી ત્રણેય ટાઇમ સાધર્મિક ભક્તિ ચાલી હતી. ત્યારે એક ટંકમાં ૨૧ મણ ઘીનો શિરો તૈયાર થતો - એવો ઉલ્લેખ મળે છે. આવા મહામહોત્સવના નિશ્રાદાતા પૂજય પદ્મવિજયજી હવે અત્યંત વૃદ્ધ થયા હતા. પોતાના જીવનનો અંતકાળ નજીક જોઇ રહ્યા હતા. અને ખરેખર એમ જ થયું. એ જ વર્ષે પલાંસવામાં (વિ.સં. ૧૯૩૮, ઇ.સ. ૧૮૮૨) વૈ.સુ.૧૧ ના દિવસે રાત્રિના પ્રથમ પ્રહરે અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ઘણી વાર હું એકનું એક સ્તવન વારંવાર બોલું છું. ઘણાને થશે : એકનું એક સ્તવન શા માટે ? પણ જેમ જેમ એ શબ્દો ઘૂંટાતા જય તેમ તેમ કતાનો ભાવ વધુ સ્પશતો જાય. શબ્દો કતના ભાવોના વાહક છે. - કહે કલાપૂર્ણસૂરિ-ર (પં.નં. ૬૪), તા. ૨૪-૦૩-૨000, સી.વ.૪ કચ્છ વાગડના કર્ણધારો ૧૫

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 193