________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના
હે દેવ ! આ અંતરંગ શત્રુઓ મારા ઉપર એવી ચીડ રાખે છે કે ક્ષણ પણ મારા મનને સમાધિમાં ટકવા દેતા નથી.
(૧૮) स्वाभिन्नधर्मव्यसनानि हित्वा,
मनः समाधौ निदधामि यावत् । तावत्क्रुधेवान्तरवैरिणो मा
मनल्पमोहान्ध्यवशं नयन्ति ॥१८॥ અનુવાદઅધર્મનાં કાર્યો બધાં દૂર કરીને ચિત્તને, જે સમાધિમાં જિનેશ્વર શાન્ત હું જે સમે છે ત્યાં તો બધાએ વૈરીઓ જાણે બળેલા ક્રોધથી, મહામોહનાં સામ્રાજ્યમાં લઈ જાય છે બહુજેરથી ૮
ભાવાર્થ–
હે સ્વામી! જિનવર ! આ અધર્મના કુછદ-પાપ પ્રસંગોને દૂર કરીને હું આગળ વધવા જ્યાં મનને સમાધિમાં સ્થાપન કરું છું ત્યાં તે બળ્યાજળ્યા ક્રોધથી જાણે ધમધમી ઊઠયા ન હોય એમ આ રાગ દ્વેષ વગેરે અત્યન્તર શત્રુઓ મને બલાત્કારે મહામહની આંધીમાં ઘસડી જાય છે મેહને પરવશ કરે છે. ક્રૂર મેહને અધીન મારું સર્વસ્વ હું ગુમાવી બેસું છું. (૧૮)
For Private And Personal Use Only