Book Title: Arhat Prarthana
Author(s): Vijayamrutsuri
Publisher: Syadvadamrut Prakashan Mandir Trust

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४८ અતિપ્રાર્થના ૯. શ્રી સુવિધિજિન સ્તુતિ સેવા માટે સુર નગરથી દેવને સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ પરે સ્નાત્ર પૂજા રચાવે; નાટ્યારંગે નમન કરીને પૂર્ણ આનન્દ પાવે, સેવા સારી સુવિધિ જિનની કેરુને ચિત્ત નાવે? ૧૦. શ્રી શીતલજિન સ્તુતિ. આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલ જિનની જાણીને હર્ષ આણી, નિત્યે સેવે મન વચન ને કાયથી પૂર્ણ ભાવે, કાપી ખંતે દુરિત ગણને પૂર્ણ આનન્ટ પાવે. ૧૧. શ્રી શ્રેયાંસજિન સ્તુતિ. (શાર્દૂલવિક્રીડિત છંદ) જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા; વાણી જે મધુરી વદે ભવતરી, ગભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિર્ણોદના ચરણની, ચાહું સદા ચાકરી. ૧૨. શ્રી વાસુપૂજ્યજિન સ્તુતિ. જે ભેદાય ન ચકથી ન અસિથી, કે ઈદ્રના વજથી, એવા ગાઢ કુકર્મ હે જિન પતે, છેદાય છે આપથી જે શાન્તિ નવ થાય ચંદનથી, તે શક્તિ આપો મને, વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58