________________ હૈયે તોષ અને ઠંડક ક્યાંથી હોય? ત્યારે એ વિના સુખ શું? સુખ કાંઈ બહારની વસ્તુનો ધર્મ થોડો જ છે ? સુખ એ તો આપણા અંતરમાં અનુભવવાની વસ્તુ છે. બાહ્ય જોતાં તો મમ્મણ પાસે અઢળક ધન હતું. પરંતુ એને સુખનો અનુભવ ક્યાં હતો ? કેમ નહિ વારુ ? કહો, રાત ને દી' આધિથી પીડાતો હતો માટે. ત્યારે પુણિયા શ્રાવક પાસે બાહ્યથી ધન કાંઈ નહિ, છતાં આધિની પીડા નહોતી તો સુખશાંતિમાં ઝીલવાનું અખંડ ચાલુ હતું. પણ જીવનો અનાદિકાળનો આ અભ્યાસ છે કે આધિને છોડવી નહિ. વળવાનું કાંઈ નહિ છતાં આધિની પીડા વહોર્યો જવી એ કેટલું કંગાલિયતભર્યું ? વિના વ્યાધિએ વ્યાધિની પીડાવાળું વાતાવરણ : બીજો તાપ વ્યાધિની પીડાનો છે. એ તો અનુભવની વસ્તુ છે. મનુષ્યને સારામાં સારી રીતે સંપત્તિ, પરિવાર, આબરૂ વગેરે આવી મળ્યા હોય, “શેઠ સાહેબ !' ના સન્માન મળતા હોય, ભારે ખુશીમાં બેઠો હોય, અનેક જાતિના જગતના કે ધર્મના કામો કરી રહ્યો હોય, ત્યાં એકાએક માથામાં જોરદાર પીડા થઈ આવે, શરીરમાં બેચેની થઈ જાય, એટલે ઝટ ખુશીની ભરતીમાં ઓટ આવવા લાગે છે, એ વખતે બીજું બધું ભૂલી જાય છે. એને ચેન ન પડે, દોડાદોડ કરી વૈદ્ય કે ડૉક્ટરને બોલાવે, કહે, “હમણાંને હમણાં મટે તેવું ઔષધ (દવા) જોઈએ.” વ્યાધિની પીડામાં આકુળ-વ્યાકુલ થઈ જાય છે. કંઈક તો બિચારા પૂર્વનો એવો પાપનો ઉદય લઈને આવ્યા હોય છે કે જિંદગી સુધી વ્યાધિથી તપ્યા કરે ! તેમાં ય આજના કાળમાં પોતે જ એવી કોઈ સામગ્રી ઊભી કરી છે, એવું વાતાવરણ સર્યું છે, કે વ્યાધિ ન હોય તોયે વ્યાધિની પીડા અનુભવ્યા કરે ! મન વલખાં મારે છે કે “શરીર દૂબળું દેખાય છે, હોં ! સારો રસાયણ-વિદ્યા જાણનાર વૈદ્ય છે કે નહિ ?" વૈદ્યને જઈને પૂછશે, “વૈદ્ય ! જુઓ તો ખરા, રાત્રે ઊંઘ નથી આવતી ! “ઊંઘ નથી આવતી ? કેમ ?" “તે અમને શી ખબર, જુઓ તમે.” વૈદ્ય પૂછે છે, ‘તમે ક્યારે સુઓ છો અને ક્યારે ઉઠો છો ?' આ કહે, “સુઉં છું તો ઉપાધિ થી સમાધિ તરફ