________________
જન્મ મરણના ફેરા ટાળવાનું. કર્મક્ષય કરવાનું મુક્તિ મેળવવાનું દયેય ભૂલે નહીં. વિશેષતામાં જણાવે છે કે, ચાર પાંચ સાહેલીયા રે, હાલમીલ પાણી જાય; તાલી દીએ ખડખડ હશે,વાકચિત્તડ ગગરીયામાંય.એ ૨ | ભાવાર્થ સરખે સરખી નવયૌવન વાળી ચાર પાંચ સખીઓ પાણીના બેડા ભરી માથે મૂકી રસ્તામાં એક બીજી વાત કરતા કરતા હસે છે રમુજમાં હાથતાળીએ દીએ છે. પણ તેમનું ચિત્ત તે માથે રહેલા પાણીના બેડામાં જ લાગેલું હોય છે. પડી ન જાય તેની ખૂબ સાવધાની રાખે છે. તેમાં જ ચિત્ત હોય છે. તેમ જ હે સજજને ! તમારે પણ સંસારના વ્યવહારના કાર્યમાં પડી જવાનું થઈ જાય. છતાં પણ સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિના ધ્યેયને ભૂલે નહીં એ રત્નત્રયીથી જ તમે તમારા આત્માને નિર્મળ બનાવી શકશે. મનુષ્યભવ મલ્યાને અવસર મલ્યો છે. તેને પ્રમાદથી ગુમાવશે નહીં. વળી વિશેષમાં કહે છે કે, નટવે નાચે ચેકમાં રે, લખ આવે લખ જાય; વંશચડી નાટક કરે છે, તેનું ચિત્તડું દેરડીયામાંય, એ.૩. | ભાવાર્થ–ભર બજારે ચોકમાં નટ લેકે જ્યારે ખેલ કરે છે ત્યારે નટ હાથમાં વાંસ લઈ દેરડા ઉપર ચાલે છે ત્યારે તેનું ધ્યાન ફક્ત દેર ઉપર જ હોય છે. હજારો લાખે મનુષ્ય આવ જાવ કરતા હોય છે. શેર બકેર કેલાહલ થતું હોય છે.