________________
DRESS
દેહ સૌંદર્ય, સ્વાદ અને દેખાવ વિશેની હોય છે.
આનું પરિણામ ચિંતાજનક અને ભયજનક છે. મારી વ્હાલી,
કદાચ આ બધું સાંભળીને તને ચિંતા થતી હશે, કે આનો અમલ કરવા જતાં તું બધાંથી એકલી પડી જઈશ.
બધાં વચ્ચે તું કેવી લાગીશ ?
પણ બેટા,
એવું ન થઈ શકે,
કે તું જમાનાથી દોરાય, એના બદલે
તું પોતે જમાનાને દોરે ?
છગન અને મગન
બંને વાતે વળગ્યા હતાં.
મગને છગનને પૂછ્યું, “સફળ રાજકારણી કોને કહેવાય ?”
છગને તરત જવાબ આપ્યો, “જે પહેલાથી જાણી શકે
કે ટોળું કઈ દિશામાં જશે
અને
જે દોડીને એની આગળ ચાલી શકે.”
બેટા,
જેમ ખોટા અનુકરણનો કોઈ અર્થ નથી,
એમ ખોટી નેતાગિરીનો પણ કોઈ અર્થ નથી,
હા, સાચું હોય,
તો એ બંને પ્રશંસનીય છે.
મારી વાત આ છે,
તું જમાનાથી ન બદલાય
૫૯