Book Title: Love You Daughter
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 349
________________ CRUELTY ૩૪૫ કન્યાઓ અને માતાઓ અજ્ઞાનવશ છે જાણી જોઈને ખોટી માહિતી આપે છે અને તે કહે છે તે કરતાં બાળક વધુ પરિપક્વ નીકળે છે. કેટલાક કેસોમાં બાળક મરવાની ના પાડે છે અને કોઈ દયાળુ આત્મા તેને દત્તક પણ લઈ લે છે. એક વખત એક પરિપક્વ ગર્ભનું મસ્તક જ ચૂસણ પદ્ધતિમાં અલગ થઈ ગયું અને બાકીનું ધડ શ્વાસ લેવા અર્ધા કલાક સુધી હવાતિયાં મારી રહ્યું. દિવસને અંતે ઑપરેશન થિએટરના તમામ માનવ એંઠવાડથી ઉભરાતી બાલદીઓમાં મૃત્યુ પામેલાં અને ટળવળતાં મનુ-સંતાનો હોય છે. જેમને દાટી દેવામાં આવે છે અથવા ભઠ્ઠીમાં નાંખીને બાળી નાખવામાં આવે છે. જેથી સામાન્ય નાગરિકોની નજરે આ લીલા કદી ચઢતી નથી. આ દેશમાં મરઘીનું ઈડું, માંસાહાર પાપ ગણાય છે. અહીં લોકો કબૂતરને ચણ નાંખે છે, કીડીઓનાં દર પર કીડીઆરું પૂરે છે, માછલીઓને તલના લાડુ ખવરાવે છે અને સર્પ સુદ્ધાંને દૂધ પાય છે. જે બકરીના ગર્ભમાં બચ્યું હોય તે બકરીની કતલ કરવાની “દીન’ મનાઈ ફરમાવે છે. લોકો પોતાના સગર્ભ પશુઓને કસાઈખાને વેચતાં નથી. પ્રયોગશાળાઓના પ્રયોગ માટે વાંદરાઓની વિદેશોમાં નિકાસ થતી હતી તે લોકોના આગ્રહથી આ સરકારે બંધ કરવી પડી છે. હવે કબૂતરોની નિકાસબંધી થવાની છે. અહીં મોરને મારવો ગુનો છે. સિંહ-વાઘ-ચિત્તાના શિકારની મનાઈ ફરમાવવામાં આવી છે. ઘરડી, લૂલી, લંગડી, પાંખડી ગાયો માટે અનેક પાંજરાપોળો આ દેશમાં સુખી દાતાઓ ચલાવે છે. ગોવંશની કતલ બંધ કરાવવા દેશના આચાર્યો, સંતો અને મહંતો ઉપવાસ પર ઉતરે છે, ત્યારે ગાંધીના આ દેશમાં માનવવંશની ક્રૂરતાપૂર્વક કતલ કરવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે, જાહેરાતો આપે છે, આંકડા જાહેર કરે છે, તે બદલ ગૌરવ અનુભવે છે અને આ ખૂની કાવતરામાં સામેલ આખી મિશનરીને બિરદાવે છે. • પ્રચાર-જાળ : “બોલે તેના બોર વેચાય” એવી જાહેરાતોના આ જમાનામાં સરકાર લોકોને ફસાવવા માટે લોભામણાં સૂત્રો ચીતરે છે – “પ્રસૂતિનિવારણ એ સ્ત્રીનો અધિકાર છે.” આ સૂત્ર વાંચીને કોઈ બિનઅનુભવી મહિલા કુટુંબ કલ્યાણ કેન્દ્રની મુલાકાતે જાય તો તેમને ગર્ભપાતની સલાહ આપવામાં આવે છે, સલાહ આપનાર પોતે અથવા તેની સાંકળમાંહેનો કોઈ બીજો માણસ હોય છે, જે મોટી સંખ્યામાં મહિલાઓને ગર્ભપાત માટે તૈયાર કરવામાં પાવરધા હોય છે. તેઓ સગર્ભા સ્ત્રીઓને અનેક રીતે સમજાવે છે કે તમને બાળકની હમણાં જરૂર નથી. તમારું યૌવન, તમારું સૌંદર્ય, તમારી દેહયષ્ટિ તમારે અકબંધ રાખવી હોય તો ગર્ભપાત કરાવી નાખો. તમારે નોકરી કરવી છે, તમારે પતિને કંપની આપવી છે, તમારે

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382