________________
૧૪૬
લવ યુ ડોટર વાત માત્ર છગનની નથી, દુનિયાભરની છે. T.V. પર કોન્સન્ટેટ થવાને કારણે કેટકેટલી જગ્યા પરથી તેનું ધ્યાન હટી ગયું છે, તેનો એને ખ્યાલ જ નથી, એ ખરેખર લૂંટાઈ રહી છે, એ પરિણામોને ભોગવે છે, ક્યારેક કદાચ એના કારણોને સમજે પણ છે, પણ ગુટખાના વ્યસનીની જેમ એને છોડી શકતી નથી. એન્ટરટેઇનમેન્ટના નામે આવી હોરિબલ ટ્રેજેડીનો ભોગ આજની મોટાભાગની દુનિયા બની છે. અને અવનવા સાધનોના પ્રવેશથી આ ટ્રેજેડી વધતી જ જાય છે. લાખો લોકો જેમને Like કરતાં હોય છે. તેઓ કદી Like Comment કરવા બેસતાં નથી. સાધારણ લોકો જ્યારે આ મૂર્ખામી કરી રહ્યાં હોય છે, ત્યારે અસાધારણ લોકો પોતાના કામમાં વ્યસ્ત હોય છે. Uplift yourself my daughter, ભીતરનો સહજ આનંદ અને સાત્ત્વિકતાની સહજ સંવેદના જે સુખ આપી શકે છે, તે દુનિયાભરની ચૅનલ્સ કે મૂવી વગેરે આપી શકે તેમ નથી.