________________
૧૩૪
લવ યુ ડોટર Perhaps you don't know, ભારતના શાસ્ત્રીય સંગીતના દરેક રાગમાં અમુક ખાસ ક્ષમતા છે. ઋતુમાં ફેરફાર કરવાની capacity, વાતાવરણ બદલી દેવાની capacity, મનને પ્રફુલ્લિત કરી દેવાની capacity, તનને નીરોગી કરી દેવાની capacity. એક એક રાગ કયા કયા રોગોને મટાડી શકે છે, એનું આખું લિસ્ટ મેં જાયેલું છે. શાસ્ત્રીય રોગોનો ચિકિત્સા તરીકે ઉપયોગ પણ ચાલુ થઈ ચૂક્યો છે. મારી હાલી, જેમ શાસ્ત્રીય પદ્ધતિસરના રાગો... પદ્ધતિસરનું સંગીત રોગોને મટાડી શકે છે અને મનને પ્રસન્ન કરી શકે છે.
એ પદ્ધતિ સાથે જેને કોઈ જ લેવા-દેવા નથી, એવું સંગીત રોગો પેદા કરી શકે છે, અને માનસિક સ્થિતિને ડિસ્ટર્બડ પણ કરી શકે છે. ઘરનું બધું આઉટ ઑફ ડેટ... નકામું.. નીરસ શરમજનક અને બહારનું બધું સરસ અને સુંદર આવી ગેરસમજનો જેઓ ભોગ બન્યા છે, તેમને ખબર નથી કે વિદેશી રિસર્ચો જ શાસ્ત્રીય અને અશાસ્ત્રીય સંગીતની આ અસરોને પ્રમાણિત કરી રહ્યા છે.