________________
WIFEHOOD
૨૮૩
મારી વહાલી, પત્નીનું ભાવસૌંદર્ય કેવું હોય. એનું એક અદ્ભુત શબ્દચિત્ર રામાયણમાં છે. પથ પfથવપૂમિ : સારાં પૃચ્છીમાના.... જંગલમાં કેડી છે. કેડી પરથી શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી પસાર થઈ રહ્યા છે. બીજા પણ કેટલાંક મુસાફરો સાથે થઈ ગયા છે. તેમની પત્નીઓ ધીમેથી સીતાજીની નજીક આવે છે. અને આદર સાથે પૂછે છે... कुवलयदलनीलः कोऽयमार्ये ! तवेति ? હે પૂજ્યા ! આ જે આગળ જાય છે... જેમના શરીરની કાંતિ નીલકમળની પાંખડીઓ જેવી છે એ આપના શું થાય? स्मितविकसितगण्डं वीडविभ्रान्तनेत्रं, मुखमवनमयन्ती स्पष्टमाचष्ट सीता ॥ આ પ્રશ્ન સાંભળતાની સાથે જ સીતાજીના ગાલ સ્મિતથી વિકસિત થઈ ગયા, આંખોમાં શરમ ઉભરાઈ આવી અને માથું નીચે નમી ગયું. આ રીતે સીતાજીએ સ્પષ્ટ જવાબ આપ્યો. My dear, 'He is my husband' આ એક છેડો છે ને સીતાજીનો જવાબ એ બીજો છેડો છે.