________________
૭૬
લવ યુ ડોટર
સાચો કે ખોટો નથી હોતો.
દીકરો હોય છે.
તું નાની હતી.
ત્યારે કેટલી બધી એવી હરકતો કરતી,
જે બૌદ્ધિક રીતે સાવ જ ખોટી હતી,
ક્યારેક ઘરને કે અમને નુકસાનકારક પણ હતી. તું કાલી-ઘેલી ભાષામાં
જે ગાંડું-ઘેલું બોલતી
એને અમે કદી પણ તોડવાનો પ્રયાસ નથી કર્યો.
તારી બાલિશ ચેષ્ટાઓ સામે અમે કદી ગુસ્સે નથી થયાં.
મારી વ્હાલી,
તું જેમ આજે અમને ગમે છે,
એમ ત્યારે ય ગમતી
ને એટલે જ તારું બધું જ અમને ગમતું.
જે ગમે એનું બધું જ ગમે.
દીકરી, તું તો ઘણી સારી છે,
પણ આજે દુનિયાના લાખો સંતાનો એવા છે જેમને ખ્યાલ નથી,
કે તેઓ જેમની સામે સત્યાગ્રહ કરી રહ્યા તેઓ એમના હજાર અસત્યોને ગળી ચૂક્યા છે.
તર્ક અને વિતર્ક તો કોર્ટમાં હોય બેટા,
ઘર તો તર્પણ, અર્પણ અને સમર્પણનો પુણ્યપ્રયાગ છે.
દલીલબાજી ને આક્ષેપબાજી
આ પ્રયાગમાં કોર્ટનું કુરુક્ષેત્ર ખડું કરી દે છે, જેના પરિણામમાં ત્રાસ અને વિનાશ સિવાય બીજું કશું જ નથી.