________________
૧૪૨
લવ યુ ડોટર રશિયાની એક છોકરી. નામ તો અત્યારે યાદ નથી, પણ ઘટના બરાબર યાદ છે. એક દિવસ એની બહેનના જીવનને કેટલાંક નરપિશાચોએ પીંખી નાંખ્યું. એ દિવસે એ છોકરી ખૂબ રડી. એણે મનોમંથન કર્યું કે આવું કેમ થયું? આના માટે ખરેખર કોણ જવાબદાર? જવાબ મળ્યો – T.V. એ છોકરીએ T.V. સામે જંગ છેડ્યો. હજારો લોકોને એણે Tv.ના દૂષણમાંથી હંમેશ માટે મુક્ત કરી દીધાં. મારી વ્હાલી, આપણા કોઈ સ્વજન સાથે એવું કંઈ થાય, તો આપણને T.V. પ્રત્યે નફરત છૂટી જશે. કદાચ ગુનેગાર એમ કહે, એ અમુક સિરિયલમૂવી જોઈને મને જે આવેશ આવ્યો, એમાં મેં આ અપરાધ કર્યો છે. તો આપણને એ સિરિયલ,મૂવી પર એના હીરો-હીરોઇન પર કેટલો ગુસ્સો આવશે ! ગઈ કાલ સુધી એ કદાચ આપણને ગમતાં હોય, તો ય આજે આપણે એમના પર થૂકશું, એ આપણને હત્યારા લાગશે. નીચ અને અધમ લાગશે. કદાચ પેલી છોકરીની જેમ